21 મી સદીમાં કાળામાથાનો માનવી જાણે કે સૃષ્ટિ પર દિગ્વિજય પામી ગયો હોય, તેમ ટેકનોલોજી અને બુદ્ધિના ઉપયોગથી કુદરતી સંસાધનોના મન ફાવે તેમ ઉપયોગ માટે પ્રકૃતિ પર સ્વામીત્વ ધારણ કરનાર માનવી ના કરતુંતો હવે પ્રકૃતિ માટે અસહ્ય બની ગયા હોય તેમ છેલ્લા એક દાયકામાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અને ધરતીકંપ જેવી કુદરતી આફતો નું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે,
હવે પહાડી વિસ્તારોમાં ભૂસખલનની ઘટનાઓ પણ સામાન્ય બની ગઈ છે. ઉત્તરાખંડના ઘણા ભાગોમાં બે દિવસથી થઈ રહેલા ભારે વરસાદના કારણે જમીન ધસી પડવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી ગઈ છે.. કેદારનાથ ટ્રેકિંગ રૂટ પર અનેક સ્થળોએ જમીન ધસી પડી છે, અનેક જીવતા મનુષ્યો દફન થઈ ચૂક્યા છે.. ઈસરો દ્વારા જારી કરવામાં આવેલી સેટેલાઈટ તસવીરોમાં વાયનાડમાં વ્યાપક નુકસાન અને વિનાશ ના દ્રશ્યો ભલભલા માનવીના રુવાડા ખડા કરી દેનારું છે ..જમીન ધસી પડવા ની આફતનો વિસ્તાર 86,000 ચોરસ મીટર નો દર્શાવવામાં આવી રહ્યો છે. અને આઠ કિલોમીટર સુધી આખે આખી જમીનનો ભાગ ધોવાઈ ગયો છે અનેક વસાહતો નો નાશ થઈ ગયો છે સુરા માલા શહેર અને આસપાસમાં ભારે વરસાદના કારણે થયેલી જમીન ધોવાણ ની ઘટના અને કુદરતની આફત ગણવાની ભૂલ હવે પરવડે તેમ નથી.. આ વખતે સમગ્ર દેશમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારમાં જમીન ધસી પડવાની ઘટનાઓ ની દેસત વ્યક્ત કરવામાં આવી રહી છે .
વિકાસમાં પ્રકૃતિની ખેલના રાખવાનું ભૂલી જવા નું હવે સમગ્ર જીવસૃષ્ટિ માટે કપરી પરિસ્થિતિનું સર્જન કરશે આંધળુકિયા શહેરીકરણ અને પહાડી વિસ્તારમાં પ્રકૃતિનું નિકંદન કરીને બનાવવામાં આવતા સિમેન્ટ જંગલો પ્રકૃતિનું સંતુલન બગાડી રહ્યું છે.
હજુ તો લા નીલોની દેસ્તી સપ્ટેમ્બરમાં આવનારા ભૂસખલનની આગાહીએ તમામને હચમચાવી દીધા છે કુદરતની વિનાશક હોનારતોની આ હારમાળા પાછળ કુદરતને દોષ દેવાના બદલે માનવીએ હવે પોતાના જ કરતું તો પર નજર કરવાની જરૂર છે.
સતત પણે જંગલ અને ખેતીની જમીન ના થઈ રહેલા સહરના કારણે કુદરતી સંતુલન વિખેરાઈ ગયું છે સતત વધતી જતી ગરમી થી વરસાદની અનિયમિતતા થી જ જમીનોનું ધોવાણ અને ભૂગર્ભ ગરમી વધવાથી ધરતીકંપો પણ વધી રહ્યા છે .
આ આફતોને ઓછી કરવી હશે તો ફરીથી પ્રકૃતિનું જતન માં ખાસ કરીને વૃક્ષોનું વાવેતર જંગલોનું સરક્ષણ અને આડેધડ ખોદવામાં આવતા ખનીજ માટે સંયમ રાખવો પડશે જમીન ધશી પડવાની ઘટનાઓ અને કુદરતી આપવામાં પ્રકૃતિ જરા પણ વાંકમાં નથી તમામ વાંક માણસે મૂકી દીધેલી માણસાઈ નો જ ગણવો જોઈએ