અરવલ્લીની પ્રાચીનતમ ગિરીમાળામાં આવેલો ઈડરીયો ગઢ અતિ સુંદર ઐતિહાસિક મહત્વ ધરાવતો ભૌગાલિક વિસ્તાર છે. આ ઈડરીયો ગઢ સપ્તાહથી પડી રહેલા અવિરત વરસાદી માહોલમાં તેની ટોચ સાથે અથડાતા વાદળો અને ધુમ્મસની ગાઢ ચાદર વચ્ચે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.

વાદળો સાથે સંતાકૂકડી રમતો ઈડરીયા ગઢ ઉપર જાણે લીલી ચાદર બીછાવવામાં આવી હોય તેમ હાલ ચોતરફ લીલોતરીનું જ સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. સતત પડી રહેલા વરસાદથી ઈડરીયા ગઢના ઝરણાં પણ વહેતા થયાં છે.

ઇડર

આ વહેતા ઝરણાં અને અલહાદક વાતાવરણ વચ્ચે કવી શ્રી ઉમાશંકરે ઈડરીયા ગઢના સૌંદર્યતાના વખાણ કરતી તેમની કાવ્ય રચના જરૂર યાદ આવે…

ઈડરિયા

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,

જંગલની કુંજકુંજ જોવી હતી;

જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,

રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી…

ઇડર ફ્ધ

આ વર્ષે પડેલા અવિરત વરસાદથી  ઈડરીયા ગઢ ઉપર આવેલ લખુમા તળાવ, તળેટીમાં આવેલો પ્રાચીન કુંડ, રાણી તળાવ, તેમજ શહેર મધ્યમાં આવેલ રણમલેશ્વર તળાવ અને મહંકાલેશ્વર તળાવ પણ છલોછલ ભરાઈ ગયા છે. ઈડરીયા ગઢનું મનમોહક દ્રશ્ય અત્યારે પ્રવાસીઓને આકર્ષી રહ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.