કાશ્મીરમાં લોકોને બચાવવા ઓલ ઇન્ડિયા રેડિયોની મહત્વની ભૂમિકા
અમરનાથ યાત્રિકો પર થયેલા આતંકી હુમલા વખતે ૧ર જુલાઇના રોજ ઓલ ઇન્ડીયા રેડીયો દ્વારા જમ્મુ-કાશ્મીરના શ્રોતાઓ માટે ખાસ કાર્યક્રમો ચલાવવામાં આવ્યા હતા. પીઓકે અને પાકિસ્તાનની મુસ્લીમો દ્વારા શ્રાઇન બોર્ડને યાત્રા થઇ રહ્યા છે. આ પ્રસારણો છ ભાષામાં ઉર્દુ, ડોગરી, ગોગરી, પહારી અને હિન્દીમાં પ્રસારિત થતા કાશ્મીરી લોકોના ગુસ્સાને શાંત પડાયો હતો.
આ પ્રોગ્રામનું પ્રસારણ મંગળવારે હુમલાના બીજા દિવસેે કરવામાં આવ્યું હતું. જેમાં શ્રાઇન બોર્ડને અમરનાથ યાત્રિકો માટે મુસ્લિમ સંતો દ્વારા વર્ષોથી મદદ પુરી પાડવામાં આવી રહી છે. તેમજ જમ્મુ-કાશ્મીરના સ્થાનિક મુસ્લિમો દ્વારા પણ યાત્રિકોની સરભરા તેમજ લાવવા લઇ જવા માટે વાહનોની તેમજ યાત્રા સાથે સંબંધીત પ્રવૃત્તિ માટે મદદ પુરી પાડવામાં આવી રહી છે. તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
વધારે રેડીયોમાં ૨૦,૦૦૦ મુસ્લિમો દ્વારા યાત્રાને સફળ બનાવવા માટે કાર્ય કરવામાં આવે છે. જેમાં ૭,૦૦૦ ઘોડેસ્વારો યાત્રાના રુટમાં કાર્ય કરે છે. તથા સ્થાનિક મુસ્લિમો દ્વારા હિન્દુ યાત્રિકોને અકસ્માત વખતે કે ખરાબ વાતાવરણ વખતે બાલટાલ બેઝ કેમ્પમાં મદદ પુરી પાડવામાં આવે છે તે પણ પ્રસારિત કરવામાં આવ્યું હતું
અન્ય પ્રોગ્રામમાં સમગ્ર રાજયમાં અમરનાથ હુમલા વખતે સ્થાનિક મુસ્લિમોના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા કે જેના દ્વારા તેમની માનવતાનો પરિચય મળતો હોય
હજારો મુસ્લિમો દર વર્ષે આ યાત્રામાં વિવિધ પ્રકારની સેવાઓ માટે કાર્ય કરી યાત્રિકોની સારસંભાળ રાખવામાં આવે છે તેમજ મુસ્લિમ યુવાનો દ્વારા ચંદનવારી ટ્રેકમ અઢવાથી માંડી ગુફાઓમાં રહેવાની સગવડતા આપવામાં આવે છે તે રીતના પ્રસારણો કરવામાં આવ્યા હતા.