દારુ પીને સે લિવર ખરાબ હોતા હૈ આ વાતથી સૌ કોઇ પરિચિત છે પરંતુ હવે લિવરની ચિંતા કરવાની જરુર નથી કારણ કે ભારતના સંશોધક હર્ષ ચિગુર પતિએ દારુ પીવાથી લિવર અને ડીએનએને થતા નુકશાન સામે રક્ષણ આપે તેવા રસાયણની શોધ કરી છે. આ રસાયણનું નામ ‘ગ્દઠ’ રાખવામાં આવ્યું છે. આ રસાયણને વોડકામાં મિક્ષ કશી પીવાથી લિવરને થતુ નુકશાન ૯૩ ટકા ઘટી જાય છે. તેમજ ડીએનએને થતા નુકશાનમાં પણ ઘટાડો આવે છે. જેનું પરિક્ષણ તો કરવામાં આવ્યું છે. પરંતુ ઘણાં વિવાદો પણ સર્જાયા છે.
જો કે લિવરના નિષ્ણાતોના મતે હજુ આ રસાયણ અંગે વધુ સંશોધનની જરુર છે. ત્યાર બાદ નક્કી થશે કે આ ગ્દ્ઠ રસાયણ મિક્ષ કરી આલ્કોહોલ પીવુ ફાયદાકારક છે કે નહી ગ્દ્ઠ શું છે ?
તેની કંપનીઓ જણાવ્યું હતું કે ગ્દ્ઠમાં ફુડ પ્રિઝર્વેટિવ પોટેશિયમ સોરબેટ, એન્ટિઇન્ફલેમેટરી ગ્લાયકિરહિઝિન અને ડિયુરેટિક મેગ્નિહોલ એમ ત્રણ રસાયાણોનું મિક્ષણ છે. જે શરીરમાંથી પાણી ઓછું કરે છે જેને કારણે લિવરમાં નુકશાન કારક રસાયણો રહેતો નથી.