યે… આકાશવાણી હે… આપ સુન રહે હૈ… આવા શબ્દોના પ્રારંભથી આજના દિવસે એટલે કે 8 જૂન 1936નાં રોજ ‘આકાશવાણી’નો પ્રારંભ થયો હતો.આ વાતને આજે 85 વર્ષ થયા છે. શરૂઆતમાં રેડિયો માટે પણ લાયસન્સપ્રથા હતી. ત્યારે ત્રણ હજાર લોકો પાસે લાયસન્સ હતા. 1936માં મળેલી મનોરંજન માટેની ઉમદા ભેટ અગાઉ પણ 23 જુલાઈ 1927માં મુંબઈમાં રેડિયો કલબની સ્થાપના કરીને પણ પ્રસારણ શરૂ કરવામાં આવેલ હતુ.
આ કલબની સ્થાપના બાદ ઈન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ એ રાહબરી લેતા, 9 વર્ષ બાદ ઓલ ઈન્ડિયા રેડિયો-આકાશવાણીની સ્થાપના થઈ હતી. આજે આકાશવાણી પાસે સમગ્ર દેશમાં 420થી વધુ રેડિયો સ્ટેશન છે. ઓલ ઈન્ડિયા રેડિયો દેશની 23 ભાષાઓ સાથે 146થી વધુ બોલીઓમા રેડિયો કાર્યક્રમ તૈયાર કરે છે.
ઈન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસનું નામ બદલીને 1936માં ઓલ ઈન્ડિયા રેડિયો કરવામાં આવેલ હતુ. એક જમાનામાં રેડિયો હોવું એ સ્ટેટ્સ હતું. લોકો આજે પણ જૂના ગીતો સાંભળવા તેનો ઉપયોગ કરે છે. પહેલા તો વાલ વાળા રેડિયો આવતા રાત્રે નવરાશ મળે લોકો વિવિધ સ્ટેશનો ઉપર ગીતો સાંભળીને મનોરંજન મેળવતા હતા.