સ્મશાન વૈરાગ્યનો શબ્દ જો કે, રોજિંદા ભાષાકીય વપરાશમાં ખૂબ ઓછો ઉપયોગમાં આવે છે. સ્મશાન વૈરાગ્ય એક એવી ભાવના છે કે જે એકદમ તીવ્રતાથી ઊભી થઈ જાય છે, ભડકી ઊઠે છે પણ પછી તુરંત જ લાંબા સમય સુધી ઉજાગર થયા શાંત થઈ જાય છે. આવી જ ભાવના અને લાગણી આજકાલ આકસ્મિક ધોરણે લાગતી આગ અને સર્જાતી માનવ ખુવારી વખતે ઉભી થાય છે. આજે રાજકોટમાં આઈસીયુમાં એકાએક આગ ભભૂકી ઉઠતા જીવન ટકાવી રાખવા માટે મથામણ કરતા પાંચ-પાંચ દર્દીઓ આગમાં સ્વાહા થઈ ગયા. આ આગની ઘટના રાજ્યના એવા શહેરમાં થઈ છે કે જેને વિકાસની રફતારમાં કોઈ પાછળ રાખી શકે તેમ નથી. રાજકોટ સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર ગણવામાં આવે છે હવે તો રાજકીય ધોરણે પણ રાજકોટ દરેક રીતે સામર્થ્યવાન બન્યું છે. રાજકોટ માટે કોઈ વસ્તુ સીમિત, મર્યાદિત કે અભાવગ્રસ્ત હોઈ શકે જ નહીં, રાજકોટની આ આગ દુર્ઘટના ઘણી રીતે વધુ પીડાદાયી એટલા માટે ગણી શકાય કે અહીં રાજકીય સામાજિક અને આર્થિક સંસ્કૃતિ રાજ્યમાં સૌથી વધુ સારા પ્રમાણમાં વિકસિત છે. રાજકોટ રાજ્ય અને દેશ જ નહીં સમગ્ર દુનિયા જાણે છે તેવા સંજોગોમાં આઈસીયુમાં આગ લાગી અને તે પણ એક સાથે પાંચ-પાંચ દર્દીઓનો ભોગ લઈ લે તે ખૂબ જ કરૂણ બાબત ગણાય છેલ્લા થોડા સમયથી હોસ્પિટલમાં આઈસીયુ શૈક્ષણિક સંકુલોમાં આગ લાગે અને જીવતા ભૂંજાઈ જવાની ઘટનાઓ વધી છે શહેરીકરણનો વિકાસ ફરી રહ્યો છે. તેમાં અગ્નિશમન વ્યવસ્થા સૌથી વધુ બેદરકારી દાખવવામાં આવી રહી છે એવું નથી કે, નગર નિર્માણની આ પ્રક્રિયામાં અગ્નિશમન ની તકેદારીની કોઈ જોગવાઈ જ નથી બાંધકામની મંજૂરીમાં પ્રથમ જરૂરિયાત ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવાની રાખવામાં આવી છે. વાંધા પ્રમાણપત્ર મળે પણ છે આ આધારે જ પ્લાન પાસ થાય છે પણ ફાયર સેફ્ટીના સાધનો તેને લગતુ બાંધકામ થયું છે કે નહીં તેની કોઇ દરકાર રાખવામાં આવતી નથી. રાજકોટની ઘટના હોય કે સુરતની ઘટના વડાપ્રધાન સુધીના મહાનુભાવો દુ:ખ વ્યક્ત કરે છે, તપાસ માટે આદેશ થાય છે, સમિતિઓ રચાય છે, કસૂરવારો બે નકાબ કરવાની ઈચ્છા વ્યક્ત થાય છે પરંતુ આ બધું સ્મશાન વૈરાગ્ય જેવું સ્મશાનમાં જઈએ ત્યારે જીવન અસાર લાઈટ લાગે અને સઘળા પાપ કર્મ અને દોષ મુક્ત જીવન છોડીને સત્કર્મના જીવનમાં આગળ વધવાનું જેવી રીતે લાગણી ઊભી થાય છે અને ઘેર આવ્યા પછી બધુ ભુલાઈ જાય છે બસ આ જ રીતે આગ હોનારત થાય ત્યારે ફાયર સેફ્ટીની બેદરકારીનો ખાત્મો કરવાની વાતો થાય છે પરંતુ પછી બધું ભુલાઈ જાય છે અને બીજી હોનારત સુધી કંઈ થતું નથી રાજકોટની દુર્ઘટના પ્રથમ નથી અને હવે પછી તેનું પુનરાવર્તન નહીં થાય તે માનવું મૂર્ખામી જ બની રહેશે તેમાં બેમત નથી આવી હોનારતોમાંથી પ્રેરણા લઈને ફાયર સેફ્ટીની દૂર કરવાની દિશામાં જ્યાં સુધી નક્કર કામગીરી નહીં થાય ત્યાં સુધી બેદરકારીથી સર્જાતી આવી ઘટનાઓમાં નિર્દોષોના જીવ લેવાતા રહેશે….
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે