માનવજીવનનું અભિન્ન અંગ ગણાતી મહિલાઓનું સ્થાન સમાજમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.જેમના વગર જીવનની કલ્પના પણ ન કરી શકાય એવી મહિલાઓ સમાજમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જે પરિવારમાં માતા, બહેન, પત્ની, દીકરી તરીકેની ફરજ બજાવે છે અને આખા પરિવારનું ધ્યાન રાખે છે .જળ મહિલા આખા પરિવારની જરૂરિયાતનું ધ્યાન રાખે છે શું આપણા દ્વારા મહિલાઓનું ધ્યાન રાખવામાં આવે છે શુ મહિલાઓને સંપૂર્ણ સુરક્ષા મળે છે?
હાલના સમયમાં મહિલા કોઈ પણ જગ્યાએ સુરક્ષિત નથી .ભારતમાં નહિ દુનિયામાં દેશોમાં પણ હિંસાના કેસો વધતા જાય છે.મહિલાઓ માટે બધી જ જગ્યાએ મર્યાદા બાંધી દેવામાં .તેમના માટે એવા નિયમો બનાવવામાં આવ્યા છે કે તે નિયમોને મહિલાઓએ ફરજીયાત માનવા પડે છે.મહિલાઓ સાથે ઘરેલુ હિંસા કરવામાં આવે છે. ઘરની ચાર દીવાલ વચ્ચે મહિલાઓને માનસિક ત્રાસ આપવામાં આવે છે .મહિલાઓ ઊપર થતી ઘરેલુ હિંસાને રોકવા સંયુક્ત રાષ્ટ્રસંઘે ઈ. સ 2009માં 25 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.
મહિલાઓ ઉપર થતી શારીરિક અને માનસિક હિંસાઓ
> આખા વિશ્વમાં 3માંથી 1 મહિલાઓ શારીરિક અથવા તો માનસિક સમસ્યાથી પીડાય છે.
>દુનિયામાં ફક્ત 52 પ્રીતશત મહિલાઓ જ ગર્ભ નિરોધને લગતા નિર્ણય લઈ શકે છે.
> વિશ્વભરમાં 75 પ્રતિશત મહિલાઓ એવી છે કે જેમના લગ્ન 18 ઉંમર પેહલા જ થઈ જાય છે.
> 2012વિશ્વભરમાં જેટલી મહિલાઓની હત્યાઓ થઈ હતી તેમાં દર 2માંથી 1 મહિલાની હત્યા તેના પરિવાર દ્વારા જ કરવામાં આવી છે.
> રાત્રે જોબ પરથી ઘરે જતી મહિલાઓ સાથે છેડતી અને રેપકેસોથી ઘણી મહિલાઓ મૃત્યુનો ભોગ બને છે.
જાતીય સતામણી, દહેજ,બાળલગ્ન,સ્ત્રીભ્રુણહત્યા અને જાતીય સતામણિ અને દેહવેપાર મહિલાઓ ઉપર થતી હિંસાઓ છે અને આ હિંસા કરનાર વ્યક્તિઓ પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.મહિલાઓ પર જો કોઈ જાતીય સતામણીનો બનાવ બને તો તે 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન પણ કરી શકે છે.જો મહિલા પર જાતીય હિંસા કરવામાં આવે તો તે વ્યક્તિ પર ફોજદારી કાયદો લાગુ પડી શકે છે.
આપીસીની કલમ 498એમાં ઘરેલુ હિંસા સાથે જોડાયેલી જોગવાઇઓ છે. આ કાયદા મુજબ પરિવારના કોઇ સભ્યએ નિર્દયપણે શારીરિક કે માનસિક રીતે ત્રાસ આપ્યો હોય કે અપમાનિત કર્યાં હોય ત્યારે કોઇપણ પીડિત મહિલા કે પુરુષ ફરિયાદ નોંધાવી શકે છે.