કર્ણાટકમાં બીજેપી ધારાસભ્ય દળના નેતા બીએસ યેદિયુરપ્પા ગુરુવારે તેમના નક્કી કરેલા સમયે જ સવાલે 9 વાગે સીએમ પદના શપથ લઈ લીધા છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને સીએમ પદના શપથ અપાવ્યા હતા.

રાજભવન આવતા પહેલાં યેદિયુરપ્પાએ રસ્તામાં રાધા-કૃષ્ણ મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. રાજભવન પહોંચતા જ યેદિયુરપ્પાએ બીજેપી નેતાઓ સહિત રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે મુલાકાત કરી હતી. જોકે શપથ ગ્રહણ સમારોહમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ હાજર રહ્યા નહતા.

રાજ્યપાલે બીજેપીને સરકાર બનાવવા માટે આપ્યું આમંત્રણ

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈવાળાએ બુધવારે સાંજે યેદિયુરપ્પાને નવી સરકાર બનાવવા અને ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે આમંત્રિત કર્યા હતા. યેદિયુરપ્પાએ 15 દિવસમાં બહુમતી સાબીત કરવી પડશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.