કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પા માટે આજે કરો યા મરોની સ્થિતિ છે. તેમણે આજે સાંજે 4 વાગે સંસદમાં બહુમત સાબીત કરવો પડશે. કોર્ટના આ નિર્ણયને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો હૈદરાબાદથી બેંગલુરુ આવી ગયા છે. બંને પાર્ટીઓનો દાવો છે કે તેમના ધારાસભ્યો તેમની સાથે જ છે.
આજે સાંજે 4 વાગે સદનમાં કેજી બોપૈયા ફ્લોર ટેસ્ટ પાસ કરાવશે. આજે સવારે 11 વાગે વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ જેમાંં ચૂંટાયેલા નેતાઓને ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. યેદિયુરપ્પા અને સિદ્ધારમૈયાએ ધારાસભ્ય તરીકે પહેલા શપથગ્રહણ કર્યા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com