બાર અને બેન્ચ વચ્ચે સુમેળભર્યું વાતાવરણ જળવાય રહે તેવા પ્રયત્ન સાથે જીનિયસ પેનલ ચૂંટણીના મેદાનમાં
જૂનિયર ધારાશાસ્ત્રીઓ માટે જરૂરી આત્મવિશ્ર્વાસ, પ્રેરણા, માર્ગદર્શન અને વ્યવસાયિક મંચ પાડે તેવી બોડીની આશા જીનિયસ પેનલ ફળીભુત કરશે
સૌરાષ્ટ્રના સૌથી મોટા બાર રાજકોટ બાર એસોશીએસનની પ્રતિષ્ઠાભરી ચૂંટણી જંગમાં સિનિયરના માર્ગદર્શન અને જૂનિયરના સહયોગથી જીનીયસ પેનલોએ બાર અને બેન્ચ વચ્ચે સુમેળભર્યાં સંબંધો જળવાય રહે તેવા હેતુથી ઝંપલાવ્યું છે. તેવું ‘અબતક’ મિડીયા હાઉસની મુલાકાતે મેનેજીંગ તંત્રી સતીષકુમાર એસ. મહેતા સાથેની વાતચીતમાં પ્રમુખપદના દાવેદાર અને સિનિયર એડવોકેટ અર્જુન પટેલ અને પેનલના તમામ ઉમેદવારોએ જણાવ્યું હતું.
વધુ વિગત રાજકોટ બારમાં 3200થી વધુ સભ્યો નોંધાયા હોય ત્યારે સિલેક્શન શક્ય ન હોય ત્યારે લોકશાહી ઢબે ચૂંટણી યોજાય તેવા હેતુ સાથે અને વર્ષ-2022નું મહત્વ હોય ત્યારે સિનિયર એડવોકેટ દ્વારા અનુભવી અને તરવૈયા વકીલોને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે.
‘અબતક’ સાથેની વાતચીતમાં પ્રમુખપદના ઉમેદવાર અર્જુન પટેલએ જણાવ્યું હતું કે જામનગર રોડ પર નવા આકાર પામનાર બિલ્ડીંગમાં શિફ્ટીંગ થનાર છે. તેમાં વકીલોની ગરીમા જળવાય તેવી વ્યવસ્થા અને બાર રૂમમાં આધુનિક સુવિધાઓ સાથે સજ્જ કરવાનો કોલ આપ્યો છે. ન્યાય સરળ અને ઝડપી મળી રહે તેવા હેતુ સાથે હાઇકોર્ટની બેન્ચ મેળવવા માટે તમામ પ્રયત્નો કરવાની અને તાજેતરમાં સાંસદ દ્વારા લોકસભામાં પ્રશ્ર્ન રજૂ કર્યો હતો.
જુનિયર એડવોકેટએ અદાલતમાં પોતાનું સ્થાન મજબૂત કરવા સિનિયર એડવોકેટોનું માર્ગદર્શન અને મદદ જરૂરી સાથે અદાલતનું વલણ પણ મહત્વનું છે.
આ ઉપરાંત બાર અને બેન્ચ વચ્ચે સુમેળભર્યું વાતાવરણ જળવાય રહે તે માટે સમયાંતરે બેઠક યોજાય અને અસીલોને ઝડપી ન્યાય મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે.
જીનિયસ પેનલના પ્રમુખપદના ઉમેદવાર અર્જુનભાઇ પટેલ
સને 1989થી વકિલાતની કારકિર્દીનો પ્રારંભ કરનાર અર્જુનભાઇ પટેલ સિવિલ, રેવન્યુ અને ક્રિમીનલ ક્ષેત્રે બહોળી પ્રેક્ટીસ ધરાવે છે. અજાતશત્રુ, સાલસ સ્વભાવ અને દરેકને સાથે લઇને ચાલવાની ભાવના ધરાવનાર અર્જુનભાઇ પટેલ સને-2003 થી 2005 અને સને 2008 થી 2012ના સમયગાળા દરમ્યાન મદદનીશ જીલ્લા સરકારી વકિલ તરીકે સેવા આપેલી છે.
સને 1995 થી એસ.ટી. કોર્પોરેશનના અને બે વર્ષથી રાજકોટ મહાનગરપાલિકાના પેનલ એડવોકેટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના શીશુકાળથી સ્વયંમ સેવક છે. સમાજના વિવિધ ક્ષેત્રમાં સામાજીક સેવા આપી ચુકેલા છે. છ વર્ષ સુધી તેઓ સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્ષચેન્જના સેબી નિયુક્ત ડિરેક્ટર રહી ચુકેલા છે. રાજકોટ બાર એસોસીએશનમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ નીભાવી ચુક્યા છે.
ઉપપ્રમુખપદના ઉમેદવાર બિમલભાઇ જાની
સને 2002થી વકિલાત ક્ષેત્રે કાર્યસિધ્ધી પ્રાપ્ત કરનાર બિમલભાઇ જાની સીવીલ, રેવન્યુ અને ક્રિમીનલ તથા ચેરીટી કમિશ્ર્નર સમક્ષ બહોળી પ્રેક્ટીસ ધરાવે છે. શાંત, નિખાલસ અને મળતાવડા સ્વભાવથી દરેક સાથે તાલમેલ મીલાવીને ચાલવાવાળા બિમલભાઇ જાની અલગ-અલગ ટ્રસ્ટના લીગલ એડવાઇઝર તરીકે સેવા આપી રહ્યા છે. રાજકોટ બાર એસો.ના વર્ષ-2012માં કારોબારી સભ્ય તરીકે સેવાઓ આપી ચુક્યા છે.
બ્રહ્મસમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. લોયર્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન અને વોઇસ ઓફ લોયર્સ સાથે સંકળાયેલા છે. વકિલો માટે દર વર્ષ સીઝન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં સક્રિય ભાગ ભજવી રહ્યા છે. વકિલ પરિવારના બાળકોને ઇનામ વિતરણ અને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરે છે. બિમલભાઇ જાની તેમની પ્રવૃતિ તથા સ્વભાવના કારણે વકિલોમાં બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે.
સેક્રેટરી પદે પી.સી. વ્યાસની ઉમેદવારી
પી.સી.વ્યાસ વકિલાતના વ્યવસાય સાથે છેલ્લા 32 વર્ષથી ક્રિમીનલ, રેવન્યુ, સિવિલ, ફેમીલી તેમજ એમ.એ.સી.પી.ના કેસો પ્રેક્ટીશ કરે છે. એસ.ટી., કોર્પોરેશન, નાગરિક બેંક, લક્ષ્મીધારા મંડળી, ધન વર્ષા મંડળી અને વન વિભાગના પેનલ એડવોકેટ રહી વિવિધ ક્ષેત્રમાં સેવા આપી રહ્યા છે. 2001 થી 2009 સુધી મદદનીશ જીલ્લા સરકારી વકિલ તરીકે ચુંટાયેલ છે. બાર એસોસિએશનના ઉપપ્રમુખ, જોઇન્ટ સેક્રેટરી અને કારોબારી સભ્ય તરીકે ચૂંટાયેલા છે.
ભાજપા લીગલ સેલના ક્ધવીનર નિમાયેલ છે. ઔદિચ્ય ગઢીયા બ્રહ્મ સમાજના છેલ્લા 10 વર્ષથી પ્રમુખ છે પાંચ પેઢીથી વકિલાત ક્ષેત્ર સાથે જોડાયેલ છે. તેઓના પરદાદા હીરજીભાઇ રાજારામભાઇ વ્યાસ ગોંડલ સ્ટેટ દિવાન તેમજ ચંપકલાલ હીરજીભાઇ વ્યાસ એડવોકેટ ધોરાજી પાલિકાના 18 વર્ષ પ્રમુખ પદ પર સેવા આપેલ છે. પિતા ચંદ્રકાન્તભાઇ ધોરાજી બાર એસોશીએશનના પ્રમુખ પદે સેવા આપેલા છે.
જોઇન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર દિવ્યેશ મહેતા
રાજકોટને કાર્યક્ષેત્ર બનાવી છેલ્લા વીસ વર્ષથી વકિલાત ક્ષેત્રે કાર્યસિધ્ધી પ્રાપ્ત કરનાર દિવ્યેશ મહેતા વિશેષરૂપે ક્રિમીનલ, ક્લેઇમ, નેગોશીયેબલ અને રેવન્યુ ક્ષેત્રે બહોળી પ્રેક્ટીસ ધરાવે છે.
મળતાવડા સ્વભાવના કારણે વકિલોના દરેક કાર્યક્રમમાં કોઇપણ પ્રકારના સ્વાર્થ અને નિષ્ઠાથી સેવા આપતા હોય છે. યુનિટિ ઓફ લોયર્સ ગ્રુપ સાથે જોડાયેલા છે. શરદ પુનમના દાંડિયારાસના સેવા આપેલી છે.
આમ, વકિલોના મનોરંજન માટેના ત્રણ આયોજનોમાં પોતાની ફરજ બજાવી ચુક્યા છે.
ખજાનચી પદના ઉમેદવાર ડી.બી. બગડા
રાજકોટને કાર્યક્ષેત્ર બનાવી સને 2000થી વકિલાત ક્ષેત્રે કાર્યસિધ્ધી પ્રાપ્ત કરનાર ડી.બી. બગડા વિશેષરૂપે ક્રિમીનલ અને રેવન્યુ ક્ષેત્રે પ્રેક્ટીસ ધરાવે છે. તેઓ સને 2008-2009 દરમ્યાન આસી.પબ્લીક પ્રોસીક્યુટર તરીકે પણ સેવા આપી ચુકેલા છે. મળતાવડા સ્વભાવના અને વકિલોના દરેક કાર્યક્રમમાં કોઇપણ પ્રકારના સ્વાર્થ અને નિષ્ઠાથી ખંતથી સેવા આપતા હોય છે.
બાર દ્વારા આયોજીત કાર્યક્રમો જેવા કે ક્રિકેટ ટુર્નામેન્ટ, કેરમ ટુર્નામેન્ટ, ચેસ ટુર્નામેન્ટ વિગેરેમાં સેવાઓ અચુકપણે આપતા હોય છે. તેઓ છેલ્લા દોઢેક વર્ષથી યુનિટિ ઓફ લોયર્સના સભ્ય તરીકે પણ જોડાયેલ છે. યુનિટિ ઓફ લોયર્સ દ્વારા આયોજીત છેલ્લા બે પ્રવાસોમાં સારી કામગીરી બજાવેલ છે.
લાયબ્રેરી સેક્રેટરી તરીકે અજય જોષીની ઉમેદવારી
અજય કે. જોષી રાજકોટ મુકામે વર્ષ 2005 થી વકિલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાલ મોટર એક્સીડેન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ, નેગોશીએબલ અને ગ્રાહક સુરક્ષાના કેસોની પ્રેક્ટીસ કરે છે. ભુતકાળમાં ઇન્સ્યોરન્સ કંપનીના પેનલ એડવોકેટ તરીકે રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, મોરબી, જામનગર, અમરેલી, જામખંભાળિયા, ભાવનગર, જુનાગઢ વિગેરે સેન્ટરોમાં હાજર રહેલા છે.
MACPબારમાં કારોબારી સભ્ય અને સેક્રેટરી તરીકે સતત 3 વર્ષ સુધી બિનહરીફ તરીકે ચુંટાય આવેલા તેઓ વોઇસ ઓફ લોયર્સ સંસ્થામાં ઉપપ્રમુખ તરીકે છેલ્લા ચાર વર્ષથી સેવા આપે છે. દશાશ્રીમાળી હોસ્પિટલમાં ઓનરરી સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે સને 1999ની સાલથી સેવા આપે છે.
સાર્થમ ચેરીટેબલ ટ્રસ્ટ અનાથ અને ગરીબ બાળકો માટે તેમની જરૂરીયાત મુજબ સ્ટેશનરી અને હોસ્ટેલમાં રહેવા માટેની સગવડ પુરી પાડે છે. જરૂરીયાતમંદ દર્દીઓને કોરોના કાળમાં સતત કાર્યશીલ રહીને આશરે ત્રણ હજાર જેટલા દર્દીઓને સારવારની વ્યવસ્થા કરાવી હતી.
જીનિયસ પેનલના 6 યુવા એડવોકેટએ કારોબારીમાં ઝંપલાવ્યું
બાર એસોશીએશનની ચુંટણીમાં જીનીયસ પેનલના 6 હોદ્ેદારો અને છ કારોબારી સભ્યઓ ઉમેદવારી નોંધાવી છે. જેમાં યુવા એડવોકેટ હિરેન ડોબરીયા, કલ્પેશભાઇ મૈયડ, રાજેશભાઇ ચાવડા, અજયસિંહ ચૌહાણ, રજનીકભાઇ કુકડીયા અને સાગર હપાણીએ ઝંપલાવતા સિનિયર-જુનિયર એડવોકેટ દ્વારા સમર્થન મળી રહ્યું છે.