સીગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરીયસ ટુ હેલ્થ, એટલે કે સીગરેટનું સ્મોકિંગ કરવાથી સ્વાસ્થ્ય બગડે છે. પરિવારમાં જો કોઇ વ્યક્તિ સ્મોકિંગ કરતુ હોય તો તેની આસપાસના વ્યક્તિને પણ સીગરેટના ધુવાડાથી નુકશાન થાય છે. પરંતુ એક સંશોધનમાં સામે આવેલી વાતથી તમે ચોંકી ઉઠશો તે નક્કી જ છે, સીગરેટ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે પરંતુ સીગરેટ પીધા બાદ તેનાં બચેલાં ઠુંઠા એ સ્વાસ્થ્યને સુરક્ષા પ્રદાન કરે છે છે ને ચોકાવનારી ખબર આવો જાણીએ વિસ્તૃત રીતે કે કેમ ઉપયોગી થાય છે આ સીગરેટના ઠુંઠા….?
અડધી વધેલી સીગરેટમાં નિકોટીન અને ઝેરી તત્વો રહેલાં હોય છે જે મેલેરિયાના મચ્છરની ક્ષમતા ઘટાડવામાં મદદરુપ થાય છે તેવું તમીલનાડુના વેલૂર શહેરની થિરુવલ્લુર યુનિવર્સિટીનાં એક્સપર્ટ દ્વારા કરાયેલાં અભ્યાસ દ્વારા જાણવામાં આવ્યું છે બચેલી સીગરેટની ઠુંઠામાં સીલ્વરનું નેનોસ્ટ્રક્ચર મીક્સ કરવામાં આવે તો તેનાથી મચ્છરોની ઇંડા મુકવાની ક્ષમતાને અટકાવે છે જેથી મેલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ ઘટે છે અને મેલેરિયા થવાની સંભાવના પણ ઘટે છે તો જો ઘરમાં કોઇ સ્મોકિંગ કરે તો તેને જરુરથી અટકાવ તે પરંતુ સિગરેટના અટકાવવાનું ભુલતા નહિં.