ટોયલેટ કરવાથી દરેક વ્યક્તિ હળવાશની લાગણી અનુભવે છે. અનેકવાર એવું પણ બને છે કે કલાકો સુધી યુરીનલ કે ટોયલેટ પર કંટ્રોલ રાખવો પડે છે અને જ્યારે તેને રીલીઝ કરવાનો સમય આવે ત્યારે જે હળવાશ અનુભવાય છે તેવી હળવાશ કદાચ ક્યારેય નહિં અનુભવી હોય. પરંતુ ડચનાં એક સ્ટાર્ટ અપમાં આ હળવાશની મજાને બમણી કરવાની કોશિશ કરવામાં આવી છે એમાં કંઇક એવું કર્યુ છે કે ટોયલેટ કરવાની સાથે જ સ્ક્રિન પર એડ શરુ થઇ જાય છે. જેને તમે ટોયલેટ દરમિયાન માણી શકો છો.
જી, હા, આ સ્ટાર્ટઅપનું નામ mrfriendlyછે જેમાં સ્માર્ટ ટોયલેટ બનાવવામાં આવ્યા છે. અને એક એક સ્ક્રિન લગાવેલી હોય છે. એ સ્ક્રિનની ખાસિયત મુજબ તમને એડ ત્યારે જ દેખાશે જ્યારે તેમાં લઘુશંકા કરવામાં આવશે. એ સિવાય એ સ્ક્રિન બંધ રહેશે. આ સ્ક્રિનમાં એક સેન્સર લગાડેલું છે. જેના કારણે તેને સ્માર્ટ ટોયલેટ કહેવામાં આવે છે કં૫નીએ દાવો કર્યો છે કે એ સંપૂર્ણ રીતે વોટર લેસ છે જેમાં તમારે પાણીની જરુરત જ નહિં પડે જેનો ફાયદો એ છે કે દરેક સમયના ટોયલેટ બાદનાં પાણીનો બચાવ થશે. આ ઉપરાંત જે કોઇ પણ કંપની તેનો પ્રચાર કરશે તે રીમોટલી તેના પર કંટ્રોલ પણ કરી શકશે. તેમાં આવતી એડને પણ બદલી શકશે જેનું આખું કંટ્રોલીક ક્લાઉડ બેઝ પર રહેશે.
નોંધનીય વાત છે કે ટોયલેટ એક એવી જગ્યા છે. જ્યાં સફાઇની વધુ જરુરત હોય છે. તો ભારત સરકારે પણ આ ટેકનોલોજી વિકસાવી સ્વચ્છતા અભિયાન તરફ એક ડગલું આગળ વધવું જોઇએ.