બહુ જૂની કહેવત છે કે “ચિંતા ચિતા સમાન છે”. જયારે પણ કોઈ વ્યક્તિ દુઃખી કે ચિંતાટુર દર્શાવે છે. ત્યારે મોટાભાગના લોકો તેમજ ડોકટરો પણ એમ જ કહે છે કે બહુ ચિંતા ન કરો તમારા સ્વાસ્થ્યને નુકશાન કારક છે. વધુ પડતી ચિંતા માણસને કોરી ખાય છે ટેવું પણ માનવામાં આવે છે. ત્યારે દરેક કોઈ ને કોઈ ચિંતાથી પીડાતા હોય છે. ભાગ્યેજ કોઈ વ્યક્તિ એવી હશે જે ચિંતામુક્ત જીવન જીવી સકતી હશે.અને આ ચિંતા મનુષ્ય જીવન માટે નુકશાન કારક છે. ત્યારે એ જાણી ને હેરાન થશો કે ચિંતા કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. ચિંતા કરવાથી જો સ્વાસ્થ્યને ફાયદો થતો હોય તો ચાલો જાણીએ કે ખરેખર ચિંતા ચિતા સમાન છે કે સ્વાસ્થ્યને લાભદાયી છે.
ચિંતા કરવાથી જો સ્વાસ્થ્ય સુધારવું હોય તો અમુક માત્રા માં જ જીવનમાં ચિંતા નું પ્રમાણ હોવું જોઇએ જો એ માત્રાથી વધુ પ્રમાણ આપણા મગજને પ્રેસર આપવામાં આવે તો તે નુકશાન કારક જ છે અને આ વાત એક મનોવૈજ્ઞાનિક સંશોધન દ્વારા સાબિત કરવામાં આવી છે. તેમજ સંશોધકો ના માનવા અનુસાર જે લોકો સપ્રમાણ ચિંતા કરે છે તેઓને ચામડીનું કેંસર થવાની સંભાવના અનીવત હોય છે. તેમજ સ્ત્રીઓને સ્તન કેંસર તપાસ માટે નિયમિત મેમોગ્રામ પણ મળી શકે છે.
એક મનોવૈજ્ઞાનિક નું તો કહેવું છે કે ચિંતા નકારાત્મક ભાવ છે. અને એવું નથી કે તેનાથી નુકશાન જ થાય. એ વાત તમારા વર્તન પર નિર્ભર છે કે તમે તમારી ચિંતા ચિંતા કેટલા પ્રમાણમાં તમારા પર હાવી થવા દો છો. અને ચિંતા થી લાભ મેળવવો એ એક જટિલ કામ છે.
ચિંતા બાબતે શોધ કર્તાઓનું કહેવું છે કે ચિંતા ઓછી માત્ર શરીર માટે પોઝિટીવ ઈફેક્ટ છે, તેમજ જયારે કોઈ વ્યક્તિ ચિંતાતુર હોય ત્યારે તે પરીસ્થીતી ને વધુ સારી રીતે સમજી શકે છે. અને તેના યોગ્ય ઉકેલ પણ લાવી શકે છે. તો અંતે એટલુજ વિચારવું રહ્યું કે જો આપણા સ્વાસ્થ્યને તા થી પણ સુધારવું હોય તો તેને એક લીમીટ સુધી જ આપણા પર હાવી થવા દેવી બાકી કોઈ પણ પરેશાનીની વધુ માત્ર દરેક માટે નુકશાનકર્તા જ સાબિત થાય છે.