વિદેશી કંપની દેશી પીણું લોન્ચ કરીને ભારતીયોના દિલ જીતી લેશે
વિદેશી કંપની કોકાકોલા હવે, નાળિયેર પાણી લોન્ચ કરવાની તૈયારીમાં છે. જેનો મુખ્ય હેતુ આ નોન-સુગરી ડ્રીંકસ નાળિયેરના પાણી દ્વારા ગ્રાહકોના પ્રીફરન્સમાં વધારો કરવાની છે. આ પરી કહી શકાય કે, કોકાકોલા તેના ગ્રાહકોના અનુભવમાં ખાસો એવો વધારો કરવા માટે ‘હેલ્થી વે’ તરફ વળી રહ્યું છે.
ભારતમાં નાળિયેર પાણી પેકેજ હવે લોન્ચ થશે જયારે અમેરિકામાં કોકની ઝોકો બ્રાન્ડે વર્ષ ૨૦૧૩માં નાળિયેર પાણી લોન્ચ કરી આ ક્ષેત્રમાં ટોચનું સન મેળવ્યું છે. પેકેજ નાળિયેર પાણી સૌી ઝડપી વિકસતું પીણું છે. જે સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવાથી ગ્રાહકો તે તરફ વધુ આકર્ષાય છે. ઝિકોની વેબસાઈટ પરી મળેલી માહિતીની આધારે તે કંપની આ ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરીય સને છે.
ભારતમાં કોક અને પેપ્સી કંપનીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તમિલનાડુ અને કેરળમાં ઘણા ટ્રેડર એસોસિએશને કહ્યું કે, તેના સભ્યો બે કંપનીઓ દ્વારા બનેલા પીણાઓનું વેંચાણ કરશે નહીં.
તેમણે આરોપ મુકયો કે, તેમને આ માટે ઘણા પાણીની જરૂર રહે છે. પરંતુ વરસાદના પાણીના અભાવને કારણે તેમને પાણીના સ્ત્રોતો ઘટાડવા પડે છે.