ગઇકાલે ૧૧ર પોઝિટીવ કેસો નોંધાયા બાદ આજે બપોર સુધીમાં વધુ ૪ર કેસ જો કે પોઝિટીવ રેઇટ માત્ર ૨.૮૨ ટકા
રાજયમાં કોરોનાનો પ્રથમ પોઝિટીવ કેસ રાજકોટમાં નોંધાયા બાદ છેલ્લા સાડા છ માસમાં શહેરમાં કોરોનાના ૫૯૨૦ કેસો નોંધાવ્યા છે. સૌથી સારી બાબત એટલે કે શહેરમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની ટકાવારીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજે કોરોના રિકવરી રેઇટ ૮૦ ટકાથી પણ ઉપર પહોંચી ગયો છે. ગઇકાલે કોરોનાના ૧૧ર કેસો નોંધાયા બાદ આજે બપોરે ૧ર વાગ્યા સુધીમાં વધુ ૪ર દર્દીઓ મળી આવ્યા છે.
છેલ્લા બે માસથી રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. હાલ સંક્રમણ ટોચ પર છે. છેલ્લા એકાદ સપ્તાહથી તો રોજ ૧૦૦ થી ૧૧૦ દર્દીઓ સરેરાશ મળી રહ્યા છે. ગઇકાલે રવિવારે શહેરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૧ર જેટલા કેસો નોંધાયા બાદ છેલ્લા ૧૯ કલાકમાં વધુ ૪ર કેસો નોંધાયા હતા. સૌથી સારી બાબત એ છે કે કોરોનાના સંક્રમણ સાથે રિકવરી રેઇટમાં પણ નોંધ પાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. આજે રિકવરી રેઇટ ૮૦.૨૯ ટકાએ પહોચ્યો છે. બીજી તરફ રોજ જેટલા દર્દીઓ નોંધાય છે તેટલા જ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે. આવામાં સીવીલ અને ખાનગી કોવીંડ હોસ્પિટલમાં પણ ખાલી બેડની સંખ્યાઓ વધી રહી છે. આજે કોવિડ હોસ્પિટલમાં ૧ર૯૯ બેડ ઉપલબ્ધ છે.
રાજકોટ શહેર અને જીલ્લામાં ર૪ કલાકમાં કોવિડ અને નોન કોવિડથી ૧૭ લોકોના મોત નિપજયા છે આજે સાધુ વાસવાણી રોડ પર સોપાન હાઇટસ ઓસ્કાર સીટી, કિડવાઇનગર મળી રોડ પર સોમનાથ સોસાયટી, નાના મવા રોડ પર સાનિઘ્ય ગ્રીન એપાર્ટમેન્ટ, કાલાવડ રોડ પર સુર્યોદય સોસાયટી, ૧પ૦ ફુટ રીંગ રોડ પર સાકેત પાર્ક, પ્રગતિ સોસાયટી, અમૃતધારા એપાર્ટમેન્ટ, બીગ બજાર પાસે મારુતીનગર સહીતના ૯૮ વિસ્તારોને માઇક્રો ક્ધટેઇનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.