નર્મદાની ધોધમાર આવક ચાલુ: આજી ડેમમાં વિશાળ જળ રાશીને નિહાળવા લોકો ઉમટી પડયા
રાજય સરકારની મહત્વકાંક્ષી એવી સૌની યોજના અંતર્ગત રાજકોટવાસીઓને અતિ પ્રિય એવા આજી ડેમને નર્મદાના નીરી છલકાવી દેવાના સુકનવંતા કામનું આગામી ૨૯મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. તે પૂર્વે છેલ્લા ચાર દિવસી આજી ડેમમાં નર્મદાના નીર છોડવામાં આવી રહ્યાં છે. આજે બપોર સુધીમાં ૨૯ ફૂટની ઊંડાઈ ધરાવતો આજી ડેમ ૭ ફૂટ ભરાઈ ગયો હતો. ડેમમાં વિશાળ જળ રાશીને નિહાળવા માટે શહેરીજનો ઉમટી પડયા હતા.
આ અંગે સિંચાઈ વિભાગ અને મહાપાલિકાના ઈજનેરી સૂત્રો પાસેી પ્રાપ્ત તી વધુ વિગત મુજબ આજી ડેમમાં નર્મદાના નીર ધોધમાર આવક ચાલુ છે. આજે બપોર ૧૨ વાગ્યા સુધીમાં ૨૯ ફૂટની ઉંડાઈ અને ૯૩૩ એમસીએફટીની જળ સંગ્રહ શક્તિ ધરાવતો આજી ડેમ ૬.૮૦ ફૂટ ભરાઈ ગયો હતો. ડેમમાં હાલ ૭૬ એમસીએફટી પાણી સંગ્રહિત છે. જેમાં ૧૫.૪૮ એમસીએફટી પાણી ડેડ વોટર છે. જેને બાદ કરવામાં આવે તો ડેમમાં કુલ ૬૦ એમસીએફટીી વધુ જીવંત જળ જથ્ો હાલ ઉપલબ્ધ છે.
છેલ્લા ત્રણેક વર્ષી આજી ડેમમાં પર્યાપ્ત માત્રામાં પાણીની આવક ન તા ડેમનો ાવ વિસ્તાર ક્રિકેટના મેદાનમાં ફેરવાઈ ગયો હતો. દરમિયાન નર્મદાના ધસમસતા નીર આજીમાં ઠલવાતા ફરી આજી જીવંત ઈ ગયો છે. ગઈકાલે રજાના દિવસે આજીડેમ ખાતે મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. આજે ભાજપના શાસકો તા સંગઠનના હોદ્દેદારો દ્વારા આજી ડેમ ખાતે ધનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.