યાસ વાવાઝોડાએ ઓરિસ્સા અને બંગાળમાં ભારે તારાજી સર્જી છે. આ વાવાઝોડાની અસર કુલ 6 રાજ્યોમાં જોવા મળી રહી છે. બિહાર અને ઝારખંડના અનેક સ્થળોએ વરસાદ નોંધાયો છે. વાવાઝોડાનું આજે સવારે લેન્ડફોલ થયું હતું. જેમાં 140 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાથી ઓરિસ્સા અને બંગાળમાં ભારે નુકસાન થયું છે. હાલ આ બન્ને રાજ્યોમાં જનજીવનને ભારે અસર પહોંચી છે.
વાવાઝોડું સવારે 10.30 થી 11.30 વચ્ચે દક્ષિણ લાસોરથી 20 કિમી નજીકથી પસાર થયું હતું. આ દરમિયાન 140 કિમી પ્રતિકલાકની ગતિએ પવન ફૂંકાયો હતો. તોફાન પછી વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ દિશામાં ખસેડાયું હતું અને બાલાસોરથી લગભગ 15 કિમી દૂર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત થયું હતું.
VIDEO : યાસ વાવાઝોડાની અસર શરૂ, જુઓ દરિયાનું રૌદ્ર સ્વરૂપ
છ રાજ્યમાં વાવાઝોડાની અસર, બંગાળ-ઓરિસ્સા- બિહાર- ઝારખંડના અનેક સ્થળોએ ભારે વરસાદ
યાસ ચક્રવાત સવારે લગભગ 9 વાગ્યે ઓડિશાના ભદ્રક જિલ્લાના તટપ્રદેશ સાથે ટકરાયો હતો. ત્યારે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઘણા સ્થાનિક મકાનોમાં પાણી ભરાયા હતા. ચક્રવાતને કારણે બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ પણ કરવામાં આવ્યા છે. ઓડિશા અને બંગાળના મોટાભાગના પ્રદેશોમાં મંગળવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત બિહાર અને ઝારખંડના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વર્ષી રહ્યો છે.
VIDEO :જોઇ લો યાસ વાવાઝોડાની ભયાનક્તા, નબળા હ્યદયના લોકો નહીં જોઇ શકે આ વીડિયો
140 કિમીની ઝડપે પવન ફૂંકાયો, દરિયાના પાણી રહેણાંક વિસ્તારમાં ઘુસ્યા
યાસ ચક્રવાતને પરિણામે ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વળીં, પટના સહિત બિહારના 26 જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ કરવામાં આવ્યા છે. ઓડિશાના ચાંદીપુર અને બાલાસોરના દક્ષિણ 24 પરગાણા જિલ્લામાં ચક્રવાત સૌથી વધુ પ્રભાવી હતો. બંગાળના દીઘા અને મંદાર્માનીની હોટલો અને દુકાનોમાં સમુદ્રના પાણી ભરાઈ ગયા હતા.
પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામા વિભાગનું કહેવું છે કે આગામી કેટલીક કલાકોમાં વાવાઝોડું વધુ ભયાનક તિવ્રતા ધારણ કરી શકે છે. ‘યાસ’ની અસર મંગળવારથી શરૂ થઈ ગઈ હતી. આને કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશા સરકારે જોખમી વિસ્તારોમાંથી 12 લાખથી વધુ લોકોને સલામત સ્થળો પર ખસેડ્યા છે.
કોલકાતામાં સેનાની 9 બચાવ ટીમોને તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણના 24 પરગણાની સાથે પુરૂલિયા, ઝારગ્રામ, બીરભૂમ, બર્ધમાન, પશ્ચિમ મિદનાપુર, હાવડા, હુગલી, નાડિયામાં 17 ટીમો તૈનાત કરવામાં આવી છે.
LIVE: વાવાઝોડા પર પળપળેની નજર, “યાસ”ના ધમાસણ સામે બચાવ ટિમ મેદાને
LIVE: વાવાઝોડા પર પળપળેની નજર, 130 કિમીની ઝડપે ઓડિશામાં ત્રાટક્યું “યાસ”