જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના મુખિયા યાસીન મલિકને NIA કોર્ટે બુધવારે જમ્મુ કાશ્મીર આતંકવાદી ભંડોળના કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.2 કેસોમાં તેને આજીવન કેસની સજા સાંભળવામાં આવે છે.
કોઈ અચ્છનિય બનાવ ન બને તે માટે, શ્રીનગરના મુખ્ય શહેરમાં પેરામિલિટ્રી ફોર્સ અને પોલીસ દળને તૈનાત કરી દીધા છે અને શહેર પણ બંધ કરી દીધું છે. દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીની કોર્ટે યાસીન મલિકને આતંકી ગતિવિધિઓ માટે પૈસા ભેગા કરવા અને આતંક ફેલાવવાનો દોષિત માન્યો છે.
19 મેના રોજ યાસીન મલિકને દોષિત ઠેરવવામાં આવ્યો હતો
દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે 19 મેના રોજ પ્રતિબંધિત સંગઠન જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા યાસિન મલિકને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ દોષિત ઠેરવ્યા હતા.
જાણો કયા કેસમાં યાસીન મલિકને સજા થઈ
યાસીન મલિક પર આતંકવાદી ઘટનાઓ સાથે જોડાણ અને કાશ્મીર ઘાટીનું વાતાવરણ બગાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ હતો. આ મામલો 2017નો છે. આ કેસમાં યાસીન મલિક પાસે કોઈ વકીલ ન હતો, તેથી તેને કોર્ટ વતી એમિકસ ક્યૂરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે યાસીન મલિક 1989માં મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિયા સઈદના અપહરણ અને 1990માં ભારતીય વાયુસેનાના ચાર અધિકારીઓની હત્યામાં પણ સામેલ હતો.