ઓલ ઇન્ડિયા મેમણ પ્રમુખ ઇકબાલ મેમણની હાજરીમાં કરાયો નિર્ણય
તાજેતરમાં ઓલ ઇન્ડિયા ફેડરેશનની મિટીંગ મુંબઇ ખાતે મળી હતી તેમાં વિવિધ દાવેદારોની વરણી થઇ હતી. સૌરાષ્ટ્રના યાસીન ડેડાને યુથ વિંગના નેશનલ સેક્રેટરી તરીકે વરણી થતાં સૌરાષ્ટ્રમાં દબદબો યથાવત રહેવા પામેલ છે.
ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ ઇકબાલ મેમણ, સેક્રેટરી અઝીમભાઇ મચ્છીવાળા, ઓલ ઇન્ડિયા યુથ વિંગના ઇમરાનભાઇ ફ્રૂટવાળા, ઓલ ઇન્ડિયા મેમણના સીઇઓ અલ્તાફભાઇ હોલી, જોઇન્ટ સેક્રેટરી સાકિરભાઇ બાટવીયા તેમજ કારોબારીના સભ્યોની મળેલી મિટીંગમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત યુથ વિંગમાં નેશનલ સેક્રેટરી તરીકે યુવા મેમણ અગ્રણી અને છેલ્લા પાંચ વર્ષથી સૌરાષ્ટ્ર યુથ વિંગના ક્ધવીનર તરીકે સારી કામગીરી કરનાર યાસીન ડેડાની વરણી કરાતા ફરી એક વખત ઓલ ઇન્ડિયા મેમણ જમાતમાં સૌરાષ્ટ્રનો દબદબો જળવાઇ રહ્યો છે.
યાસીન ડેડા અગાઉ યુથ વિંગમાં પાંચ વર્ષ સુધી સૌરાષ્ટ્રભરના મેમણ યુવાનોને ફેડરેશન ભળેલી ફેડરેશનની વિવિધ સામાજીક તેમજ સમાજલક્ષી પ્રવૃત્તિથી વાકેફ કરી અનેક યુવાનોને ફેડરેશનમાં જોડાવવા માટે રાહબર બન્યા હતા. સૌરાષ્ટ્ર યુથ વિંગના ક્ધવીનર દરમિયાન નેશનલ ફેડરેશનમાં અવાજ ઉઠાવી સૌરાષ્ટ્રના મોટાભાગના સેન્ટરોમાં કોરોના કાળમાં વિવિધ જમાતોને ઉપયોગી બન્યા છે. અનેક પરિવારો માટે સહાય મંજૂર કરાવી નેશનલ ફેડરેશનનું નામ રોશન કરેલ હતું. આ ઉપરાંત સરકારમાંથી મળતી અનેક સહાયો જેવી કે અમૃતમ કાર્ડ, વિધવા સહાય, મજદૂર સહાય, સિનિયર સિટીઝન સહાયમાં વિવિધ જગ્યાએ કેમ્પો કરી સમાજના પરિવારને ઉપયોગી બન્યા છે.
સૌરાષ્ટ્રમાંથી યાસીન ડેડાની નેશનલ યુથ વિંગમાં નિમણૂંક થતાં તેને અઝીમભાઇ, જામનગરના એઝાઝભાઇ નેવીવાલા, જુનેદભાઇ ધ્રોલીયા, ઇકબાલભાઇ, અમરેલીના અઝીમ લાખાણી, સરફરાઝ મગરીયા, રિયાઝ ખેરણી, ભાવનગરના આદિલ દૌલા, અલ્તાફ બોરડીવાલા, સિંહોરના રફીક હુતાણી, ગારીયાધારના અઝીમભાઇ, સુરેન્દ્રનગરના કાદરભાઇ મેમણ, કોટડાસાંગાણીના પરવેઝ બાંગા, વાસાવડના ઇમ્તીયાઝ ડબ્બાવાળા, ધોરાજીના સરફરોઝભાઇ લક્કડકુટા, ઇમ્તીયાઝભાઇ, હમીદભાઇ, મૌહસીન તૈલી, બાસીદ પટેલ, અસ્લમભાઇ બાવાણી, કાલાવડના સોયેબ માટલાણી, ઉનાના ઇકબાલભાઇ કાસમાણી, તળાજાના મુસ્તાકભાઇ મેમણ, વેરાવળના ઝુબેરભાઇ, ઉપલેટાના રિયાઝભાઇ, હારૂનભાઇ સમા, નઈમ થારા, ઇમરાનભાઇ, હારૂનભાઇ માલવીયા, મુજીબ રહેમાન, યુસુફભાઇ સોરઠીયા, પૂર્વ સાંસદ રામજીભાઇ રામાણી, ધારાસભ્ય લલીતભાઇ વસોયા, ઉપલેટાના પ્રથમ નાગરિક મયુરભાઇ સુવા, દાનભાઇ ચંદ્રવાડીયા, ભરતભાઇ રાણપરીયા, ભાવેશભાઇ સુવા, ઇરફાનભાઇ, અલ્તાફ સરીયા, અજીતભાઇ તથા આનંદ ચૌહાણ, સંજય મુરાણી, સુરેશ પરમાર, મેહુલ ભરડવા, પિયુસ સોલંકી સહિતે આવકારીને શુભેચ્છા પાઠવી હતી.