ગુજરાત રાજય પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા અને તાલુકાના માળખાને સંગઠીત અને મજબુત બનાવવા રાષ્ટ્રીય કોંગ્રેસ સંગઠનના હોદેદારોની સુચનાથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાથે પ્રદેશ માઈનોરીટીના ચેરમેન ચર્ચા-વિચારણા બાદ રાજકોટ જીલ્લા કોંગ્રેસ માઈનોરીટી કમિટીના ચેરમેન તરીકે ઉપલેટાના યાસિન ડેડાની નિમણુક કરાય છે.
પ્રદેશ જીલ્લા-તાલુકાના વિવિધ સંગઠન માળખામાં પ્રમાણિક સનિષ્ઠ અને યુવાનોને સમાવેશ કરી માળખાને ચેતનવંતુ કરવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે રાજકોટ જીલ્લામાં લઘુમતી સમાજના સંગઠનને મજબુત બનાવવા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાથે ચર્ચા વિચારણા કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ગુલાબખાન રાઉમાની સુચના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઈસ્માઈલ નુરમહમદભાઈએ રાજકોટ જીલ્લા સમિતિના માઈનોરીટી ચેરમેન તરીકે ઉપલેટાના યુવા મેમણ અગ્રણી યાસિન આરીફભાઈ ડેડાની નિમણુક કરેલ છે.
નવનિયુકત જીલ્લા માઈનોરીટીના ચેરમેન યાસિન ડેડા અગાઉ ઉપલેટા એન.એસ.યુ.આઈ.ના મહામંત્રી, યુથ કોંગ્રેસના મહામંત્રી અને પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચુકયા છે. આ ઉપરાંત મેમણ સમાજમાં ઓલ ઈન્ડીયા મેમણ જમાત યુથ વિંગના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ, હુમન રાઈટ ઓફ ઈન્ડિયાના ઉપપ્રમુખ, જેસીઆઈ, ગ્રાહક સુરક્ષા મંડળ જેવી સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
જીલ્લા માઈનોરીટી જીલ્લા પ્રમુખ યાસિન ડેડાની નિમણુકને ધારાસભ્ય લલીતભાઈ વસોયા, વાંકાનેરના ધારાસભ્ય જાવિદભાઈ પીરજાદા, જીલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશભાઈ વોરા, રાજકોટના ફિરોજભાઈ લાકડીવાળા, જેતપુરના અર્ષદખાન બાબી, રિયાઝભાઈ, ધોરાજીના અફરોકભાઈ લકડકુટા, બાસીરભાઈ પાનવાલા, ઉપલેટાના પીરે તરીકે બબુલબાપુ સૈયદ, મેમણ અગ્રણી જુનેદભાઈ નાથાણી, નેઈમભાઈ, હમીદભાઈ વિઘાણી, રીયાઝભાઈ તાલુ, ઈરફાનભાઈ જુમાણી, અમિતભાઈ વડવાળા, ગુલાબભાઈ ભાઠારા, ઈમરાનભાઈ ફુલારા, સાજીદભાઈ સુરિયા, હનીફભાઈ કોડી, યુસુફભાઈ સોરઠીયા, સજીદભાઈ તાલુ, અનીશભાઈ, બિલાલ પાંચી સહિતના આગેવાનોએ આ વરણીને આવકારી શુભેચ્છા પાઠવી છે.