કોરોનાની માઠી અસર ફિલ્મ ઉદ્યોગ પર પડી છે. ફિલ્મ જગતે કોરોના દરમિયાન ઘણા બધા કલાકરો, મ્યુઝિક ડિરેક્ટર, ડિરેક્ટર, અને બીજા અન્ય કર્મચારીઓને ગુમાવ્યા છે. હવે આ નુકસાનને રોકવા અને જે લોકો ફિલ્મક્ષેત્રમાં કામ કરે છે, પણ હાલ આર્થિક મુશ્કેલીમાં છે તેવા મજૂરો,ટેકનિશિયન અને જુનિયર કલાકારોને કોરોના સંકટથી રક્ષણ આપવા યશ રાજ ફિલ્મ્સ આગળ આવી છે.
યશરાજ ફિલ્મ્સે ફિલ્મ ઉદ્યોગના કુલ 30 હજાર સિને કર્મચારીઓ નિ: શુલ્ક રસી અપાવશે. આ માટે યશરાજ ફિલ્મ્સે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને રસીના ડોઝ આપવાની અપીલ કરી છે. યશ ચોપડા ફાઉન્ડેશને પત્રમાં લખ્યું છે કે, ‘અમે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વિનંતી કરીએ છીએ કે અમને રજિસ્ટર્ડ કામદારો માટે 30,000 રસી ખરીદવા માટે છુટ આપે. આ સાથે રસીકરણ માટે જરૂરી સુવિધાઓનો જે પણ ખર્ચ થશે તે પોતે આપશે.’