વિધાનસભા ચૂંટણીમાં અપક્ષની બોલબાલા કેશવી ટ્રાવેલ્સના સંચાલક યશપાલસિંહ તોમર
વિધાનસભા ચૂંટણીનો જંગ ઘેરો બનતો જાય છે. ભાજપ અને કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે. ઘણા લોકો ભાજપથી નારાજ છે ત્યારે અનેક લોકો કોંગ્રેસ સારો વિકલ્પ ગણતા નથી ત્યારે આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોનો દબદબો રહેશે તે વાત નિશ્ર્ચિત છે. ત્યારે રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા ૭૦ની બેઠક પર અપક્ષ ઉમેદવાર યશપાલસિંહ તોમર (કેસવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ)એ રાજકીય પક્ષોને તાકાતનો પરચો આપવાની તૈયારી કરી છે ૭૦ વિધાનસભા મત વિસ્તારમાં પટેલ મતદારોનું પ્રભુત્વ છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપને પરાજીત કરવા માટે અભિયાન છેડયું છે. બીજી તરફ આ વિસ્તારમાં કોંગ્રેસને સારા વિકલ્પ તરીકે ગણાતી નથી ત્યારે અહી યશપાલસિંહ તોમરને બંને પક્ષોની નબળાઈનો ભરપૂર લાભ મળશે.
આજરોજ ‘અબતક’ સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું હતુ કે, ટુરિઝમ ક્ષેત્રનો વિકાસ મારા માટે મહત્વનો મુદો છે.સ્વચ્છતા જળવાઈ રહે અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રગતિ થાય તે જ‚રી છે. યશપાલસિંહ તોમર કેસવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનાં સંચાલક છે. તેઓ આક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તેમણે કહ્યું હતુ કે રાજકોટમાં શિક્ષણ ક્ષેત્રમાં ઘણુ પાછળ છે કારણ કે શિક્ષણક્ષેત્રમાં બાળકોનાં ભણતરની ફી ધણી વધારે હોવાના કારણે વિદ્યાર્થીઓને પુરતુ અને સા‚ શિક્ષણ મળી શકતુ નથી. આ કારણે રાજકોટ શહેરને શિક્ષણક્ષેત્રમાં પ્રગતિ રૂંધાય છે.
આ વાત પર ધણી વાર વાદ વિવાદ થયા છે. પરંતુ તેનું હજી સુધી કોઈ પણ પ્રકારનું નિવારણ આવ્યું નથી. આ ચૂંટણી વ્યકિત વિકાસ, પરિવારની સમૃધ્ધિ, સમાજમાં શાંતિમય વાતાવરણ દરેક વ્યકિત જ્ઞાતિ ધર્મ પ્રત્યે સમભાવ અને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના માટેની છે. આ ચૂંટણી એક જાગૃત સમાજ વ્યવસ્થા થકી દેશના રાજકારણ અને રાજકીય વ્યવસ્થાને નવી દિશા આપવા માટેની છે, રાજકોટ શહેરમાં સ્વચ્છતાના અભાવે ઘણો રોગચાળો ફેલાઈ છે. ગંદકીના કારણે શહેરવાસીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.