ગુજરાતની અસ્મિતા, ગુજરાતની આગવી અને વિશિષ્ટ સંસ્કૃતિ અને સાવજની ભોમકા એટલે ગુજરાત. ગુજરાત એટલે ગરબા, ગુજરાત એટલે વેપારી બુધ્ધિ, ગુજરાત એટલે સાહસ, ગુજરાત એટલે ભર્યા ભાણે જમનારા સ્વાદ-રસિયાઓ.

1

પદ્યમાં લખો તો કદાચ લાંબુ મહાકાવ્ય લખાય અને ગદ્યમાં પણ મહાનવલના ૧-૨-૩-૪…. ભાગ કરવા પડે એવી ઘરા ગુર્જરીની યશગાથા.

2અલબ્ત, છેલ્લા ચૌલુક્ય વંશથી શરુ થયેલ ગુજરાતનો ભાતીગળ ઇતિહાસ આમ તો ઘણો જૂનો છે જ પણ સ્વતંત્ર રીતે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનો સમાવી લેતા સ્વતંત્ર ગુજરાત રાજ્યની સ્થાપનાને આજે ૫૮ વર્ષ પૂરા થયાં…..

મુંબઇ રાજ્ય એટલે કે ગુજરાત-મહારાષ્ટ્ર અને કોંકણ પટ્ટીને મરાઠી ભાષી લોકોના બહુ મોટા વિસ્તાર પોતપોતાની પરંપરાઓ સાથે સ્પષ્ટરુપે અલગથી જતા હતાં.

4૮ ઓગષ્ટ ૧૯૫૬ના રોજ ઇન્દુલાબ યાજ્ઞિક રવિશંકર મહારાજ મોરારજી દેસાઇ, વિદ્યાગૌરી નીલકંઠ, સનત મહેતા. પ્રબોધ રાવળ જેવા અનેક નેતાઓની આગેવાનીમાં મહાગુજરાત આંદોલનનો આરંભ થયો અને લગભગ ચાર વર્ષની સંઘર્ષમય લડત, ધરણાં અહિંસક અને ક્યાંક હિંસક આંદોલન પછી ૧ મેં ૧૯૬૦ના રોજ સ્વતંત્ર ગુજરાત રાજ્યની સ્થાપના થઇ.

૧૭ જીલ્લાઓમાં વિભાજીતએ વખતના ગુજરાત રાજ્યના વિકાસની હરણફાળ એટલી તો ગતિમાન હતી કે આજનું ગુજરાત એટલે આંતર રાષ્ટ્રીય તખ્તા પર આગવી છાપ ધરાવતું રાજ્ય.

3ગાંધીના ગુજરાતથી શરુ થયેલી ગુજરાતની વિકાસ ગાથા આજે મોદીના ગુજરાત સુધી વિશ્ર્વકક્ષાએ પોતાનું આગવું મહત્વ ધરાવે છે.

“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદકાય ગુજરાત, આ છે ગુજરાતી ખમીરની વિશેષતા

6ખાસ :-

ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જેણે બબ્બે દેશના રાષ્ટ્રપિતા આપ્યા છે.ભારતના રાષ્ટ્રપિતા- મહાત્મા ગાંધી અને પાકિસ્તાના રાષ્ટ્રપિતા – મહમ્મદઅલી ઝીણા.ગુજરાત સ્થાપના દીને આવો એક ગુજરાતી તરીકે ગુજરાતની અસ્મિતા અને ગુજરાતના ગૌ અને ઉત્તરોતર વધુને વધુ બળવતર બનાવવાનો સંકલ્પ કરીએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.