અબતક, રાજકોટ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે. વિજયભાઈએ પોતાના સુશાષનથી લોકોના દિલ જીતી લીધા છે. ત્યારે હવે તેઓ વિજય ભવ તો છે જ, જેથી અબતકે તેઓને યશસ્વી ભવની શુભેચ્છા આપી છે. બીજી તરફ મુખ્યમંત્રી વિજયબાઈ રૂપાણીના જન્મદિવસે રાજ્યભરમાં ઉત્સવ જેવો માહોલ છવાયો છે. તેમના ઉપર ઠેર ઠેરથી શુભકામનાઓ વર્ષી રહી છે.
જૈન પરિવાર અને પરંપરામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ઉછેર થયો છે. તેમનો જન્મ બર્માના તત્કાલિન રંગૂન શહેરમાં થયો હતો, પરંતુ બાળપણમાં તેમનો ઉછેર અને તેમની કારકિર્દીનું નિર્માણ રાજકોટ ખાતે થયું છે. તેઓ સંઘના કેમ્પ કે શિબિર હોય, કે પછી વિદ્યાર્થીઓની સંઘર્ષ સમિતિ દ્વારા ચલાવાતી નવ નિર્માણની ચળવળ હોય, પ્રાથમિકતા સાથે જવાબદારી નિભાવતા હતા. બાળપણથી જ વિજયભાઇ આરએસએસના આદર્શોને વરેલા રહ્યાં છે. તેમની શૈલી, સંસ્કૃતિ અને સ્વભાવ દીવા જેવો સ્પષ્ટ છે. રાજકીય ક્ષેત્રમાં તેમની કારકિર્દી સામાજિક કાર્યકર્તાની જેમ જ ફળદાયી રહી છે.
વર્તમાન વડાપ્રધાન અને એક સમયના રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની જે એક નવી વ્યાખ્યા અમલમાં મુકીને દેશભરમાં ગુજરાતને એક મોડેલ સ્ટેટ બનાવ્યું તેને આગળ ધપાવતા વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જયાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે રાજયમાં માળખાકીય સુવિધા- મહાનગરોના આધુનિકરણ અને છેક ગ્રામ્ય વિસ્તાર સુધી જે માર્ગ-વિજળી પાણીની સુવિધાના નવા આયામ કરવા તેની સાથે રાજયમાં વિવિધ સરકારી સેવાઓને ઓનલાઈન કરી આ સેવાઓ ઝડપી બને તે જોવા ઉપરાંત પારદર્શકતા પણ સર્જી હતી.
વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ નિર્ણયોની માત્ર દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સરાહના થઈ હતી. રાજયમાં ફકત માળખાકીય સુવિધા જ નથી. કાયદો વ્યવસ્થા- રોજગાર માટે ઈ-પોર્ટલ તથા ઉદ્યોગોને ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસમાં ગુજરાતે મોદી શાસનમાં જે ઉચ્ચ માપદંડો સર્જાયા હતા તેને આગળ ધપાવી છે. શ્રેષ્ઠ શાસન, ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, ડિજિટલાઈઝેશન, આરોગ્ય જેવા અનેક ક્ષેત્રોમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધેલા ક્રાંતિકારી પગલાઓને લીધે ગુજરાત ભારતનું પ્રથમ ક્રમનું સુશાસિત રાજ્ય બન્યું છે.
ઉલ્લેખનીય છે કે 2ાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 65 માં જન્મદિવસની ઉજવણી અંતર્ગત 2ાજકોટ શહે2 ભાજપ દ્વારા શહે2ભ2માં અનેકવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન ક2વામાં આવ્યું હતું. જેમાં આજે વિવિધ મો2ચાઓ દવા2ા પણ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કીસાન મો2ચા દ્વારા સવા2ે 10.00 વૃક્ષા2ોપણ સેફ2ોન પાર્ટ પ્લોટ પાસે, મોટામવા ખાતે, લઘુમતી મો2ચા દ્વારા સવા2ે 11.00 ફ્રુટવિત2ણ સીવીલ હોસ્પિટલ ખાતે, યુવા મો2ચા દ્વારા બપો2ે 12.00 ભોજન – 2મણીકકુવ2બા વૃધ્ધાશ્રમ, ગોંડલ 2ોડ, 2ાજકોટ ખાતે, બક્ષીપંચ મો2ચા દ્વારા સાંજે 7.00 ભોજન – માનસિક ક્ષતિગ્રસ્ત બહેનોની સંસ્થા, અમુલ સર્કલ પાસે, મહીલા મો2ચા દ્વારા સાંજે 7.00 મહાઆ2તી – પંચનાથ મહાદેવ મંદી2 ખાતે, અનુ.જાતી મો2ચા દ્વારા સાંજે 7.00 ભોજન સદભાવના વૃધ્ધાશ્રમ, ગોંડલ 2ોડ ખાતે યોજાયું હતું.
અબતકના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતાએ વિજયભાઈને પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ
અબતકના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આજે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓએ મુખ્યમંત્રીને યશસ્વી ભવ કહી આવી જ રીતે રાજ્યની ધૂરા સંભાળતા રહે તેવી શુભકામના આપી જુના સંસ્મરણો પણ વાગોળ્યા હતા.