- ઓલ ઇન્ડિયામાં 33મો રેન્ક મેળવનાર યશ ભાલાળાએ સફળતાનો શ્રેય શિક્ષકો અને પરિવારને આપ્યો
ભણવા,ગણવામાં હોશિયાર અને કારકિર્દી માટે સજાગ વિદ્યાર્થીઓમાં જેવી રીતે ડોક્ટર, એન્જિનિયર થવાની જિજ્ઞાસા હોય તેવી જ રીતે સીએ બનવું પણ કોમર્સના વિદ્યાર્થીઓ માટે જીવનનું એક અફરલક્ષ્ય હોય છે, તાજેતરમાં જાહેર થયેલા સીએ ફાઇનલ પરિણામમાં રાજકોટના યશ ભાલાળાએ ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 33મો નંબર મેળવી રાજકોટનું નામ દેશભરમાં રોશન કર્યું છે.
ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નવેમ્બર 2024 માં 433કેન્દ્રો પર લેવાયેલી પરીક્ષામાં 11,500 વિદ્યાર્થીઓ ક્વોલીફાઈ થયા હતા, જેમાં અમદાવાદની રિયાસાહે 501 માર્કે ગુજરાતમાં પહેલો નંબર મેળવ્યો હતો. રાજકોટના યસ ભાલાળા એ ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 33 મો નંબર મેળવી રાજકોટ અને સૌરાષ્ટ્રનું નામ દેશભરમાં રોશન કર્યું છે.
ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા ની પરીક્ષામાં દેશભરમાંથી ગ્રુપ એકમાં 66987 માંથી 11253 પાસ થતા 16.8 ટકા પરિણામ આવ્યું હતું, ગ્રુપ બે માં 49459 માંથી 10566 વિદ્યાર્થીઓ પાસ થતા 21.36% પરિણામ આવ્યું હતું
રાજકોટ સેન્ટરમાં બંને ગ્રુપના221 માંથી 28 પાસ થયા હતા ગ્રુપ એકમાં 16અને ગ્રુપ બે માંથી પણ16પાસ થયા હતા. માત્ર ગ્રુપ એકની પરીક્ષા આપી હોય તેવા 323માંથી 54 પાસ થયા છે ગ્રુપમા બેમાં 141 માંથી 25 પાસ થયા હતા.
રાજકોટ સેન્ટરના ટોપ પાંચ ઉમેદવારોમાં યશ ભાલાળા એ ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 33 મો રેન્ક પ્રાપ્ત કર્યો છે ટોપ ફાઈવ માં યસ ભાલાળા અને 441, અભિભુવાને376, પાર્થિલ મહેતાને 372 ઈશિતમોથરેજા ને 369 અને માનઉન્ડકટને 358માર્ક્સ મળ્યા છે
યશ ભાલાળા એ દેશમાં રાજકોટનું નામ રોશન કર્યું છે સીએ પરીક્ષામાં સફળ તમામ ઉમેદવારોને અભિનંદન મળી રહ્યા છે
અર્થતંત્રના વિકાસમાં સી.એ.ની. ભૂમિકા મહત્વની: અંકિત રાટી
અબતક મીડિયા સાથેની વાતચીતમાં વેસ્ટન રિજીયનના ચેરમેન અંકિત રાટીએ જણાવ્યું કે શેનું પરિણામ જાહેર થયું છે ત્યારે આ વખતે નું પરિણામ સારું રહ્યું છે. સીએ ની પરીક્ષા બે ગ્રુપમાં લેવાતી હોય છે જેમાંથી એ ગ્રુપ નું પરિણામ 16.08% જ્યારે ગ્રુપ બી નું પરિણામ 21.36% પરિણામ રહ્યું છે જ્યારે બંને ગ્રુપનું 13.44% પરિણામ રહ્યું છે એની સાથે જ 11,500 જેટલા નવા સી.એ. મેમ્બર બન્યા છે. ચાર્ટર્ડ એકાઉન્ટ્સની પરીક્ષા નું પરિણામ છેલ્લા ત્રણ વર્ષથી ઘણું સારું રહ્યું છે. ઇન્ડિયન ઇકોનોમી 4 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે ત્યારે આવતા 25 વર્ષમાં ઇન્ડિયા ની ઇકોનોમિક 35 થી 40 ટ્રીલીયન ડોલર થઈ શકે તેવી ધારણા છે. ઈન્ડિયાની ઇકોનોમી ગ્રોથ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. આગામી દિવસોમાં સીએની ડિમાન્ડ પણ દિવસેને દિવસ વધશે ત્યારે રાજકોટ સેન્ટર ખાતેથી 221 જેટલા વિદ્યાર્થીઓએ સીએમ માટેની એક્ઝામ આપી હતી જેમાંથી 28 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
જેમ ઇકોનોમીકનો ગ્રોથ થશે તેમ સી.એ.ની પણ ડિમાન્ડ વધશે : મિતુલ મહેતા
રાજકોટ આઇસીએઆઇ ઇન્સ્ટિટયૂટ ના ચેરમેન મિતુલ મહેતા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ ખાતેના સીએ નું રીઝલ્ટ 12.66% જેટલું છે જેમાં 221 સ્ટુડન્ટ માંથી 28 સ્ટુડન્ટ પાસ થયા છે. સી.એ નું એક્ઝામ બે ગ્રુપમાં લેવાતું હોય છે જ્યારે બંને ગ્રુપનું પરિણામ 12.66% જેટલું રહ્યું છે. સીએ ની જરૂરિયાત દિવસે ને દિવસે વધતી જાય છે. હવે સીએ માત્ર ઓડિટિંગ માટે સીમિત નથી રહ્યા. બધા જ ક્ષેત્રની અંદર સી.એ ની ડિમાન્ડ છે. જેટલા લોકોએ સીએની એક્ઝામ ફાઈનલ સુધી આપી છે પરંતુ સી.એ. નથી બની શક્યા તે પણ ઇન્ડસ્ટ્રીઝમાં સારી રીતે કામ કરી શકે તે રીતની જ ટ્રેનિંગ આપવામાં આવે છે. ઈઅ નું પરિણામ ઇકોનોમી ને લઈને બહાર પાડવામાં આવે છે. ઇન્ડિયા નું સીએ હાલ આખા વર્લ્ડમાં ઓળખ બની ગયું છે ત્યારે આખા વિશ્વની સાથે સમાનતા કરવા માટે એક્ઝામ પણ એટલી જ ટફ કરાતી હોય છે. દરેક ક્ષેત્રમાં જીએસટી કે ફાઇનાન્સ ને લગતા પ્રશ્નોને હલ કરવા માટે સીએની જરૂરિયાત હોય છે. બિઝનેસના કી ડિસિઝન કે ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ માટે સીએ ની એક અલગ ભૂમિકા હોય છે. જેમ જેમ ઇકોનોમિક ગ્રોથ થશે તેમ સીએ ની ડિમાન્ડ વધશે.
પરિવારના સપોર્ટથી વિદ્યાર્થીઓમાં પરીક્ષાનું દબાણ દૂર થાય છે : યશ ભાલાળા
સીએની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા માંથી 33 માં સ્થાને જ્યારે રાજકોટમાંથી ટોપ કરનાર યસ દિનેશભાઈ ભાલાળા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં જ્યારે સીએ મા એડમિશન લીધું હતું ત્યારથી જ નક્કી કરી લીધું હતું કે હું સીએ ની પરીક્ષામાં પ્રથમ પ્રયાસે જ પાસ કરીશ. જેના માટે મેં નિત્યક્રમ બનાવ્યો હતો. તે મુજબ જ હું અભ્યાસ માટે સમય ફાળવતો તેની સાથે મનોરંજન માટે પણ સમય ફાળવતો તેની સાથે સોશિયલ મીડિયામાં પણ ઇન્ફોર્મેટીવ વિડીયો તેમજ ન્યુઝ જોતો. રોજના નિત્ય ક્રમને કારણે તેમજ પરિવારના સારા સપોર્ટને કારણે પરીક્ષાનું દબાણ જરા પણ અનુભવાયું નથી. અભ્યાસની સાથો સાથ પરિવારનો સપોર્ટ પણ ખૂબ જરૂરી છે જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા નું દબાણ અનુ ભવ્યા વગર પરીક્ષા આપી શકે.
પરિણામની ચિંતા કર્યા વગર સાતત્યપૂર્ણ મહેનતથી પરિણામ સારૂ જ આવે : અભી ભુવા
અમરેલી જિલ્લાના હનુમન ખીજડીયા ગામના ખેડૂત પુત્ર અભી ભુવાએ સી.એ. પરીક્ષા આપી અને રાજકોટ શહેરમાંથી ટોપ પાંચમાં પાસ થયા. ‘અબતક’ સાથેની વાતચીતમાં અભી ભુવાએ જણાવ્યું કે હું મિડલ ક્લાસ પરિવારમાંથી આવું છું. મે ધોરણ 1 થી 10 સુધીનો અભ્યાસ ગ્રામ્ય વિસ્તારમાં કર્યા બાદ ધોરણ 11 12 માટે રાજકોટ ખાતે આવેલ અને ધોરણ 12 નું પરિણામ 91% આવ્યું હતું.ત્યારે ઘરને આગળ વધારવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટની તૈયારી કરતો હતો. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોવાથી ઓનલાઇન ક્લાસ માંથી શીખી ને તૈયારી કરી જેના માટે રોજની 8 થી 10 કલાક અભ્યાસ કરતો હતો. સીએની ત્રણેય પરીક્ષાને પ્રથમ વારમાં જ પાસ કરી હતી ફાઈનલ પરીક્ષા દરમિયાન ડેન્ગ્યુ તાવ હોવા છતાં પરીક્ષાની સારી રીતે પાસ કરવાનો પ્રયાસ કર્યો જેથી પરિણામ સારું મળ્યું અને 376 માર્કસ મળ્યા ભવિષ્યમાં સારી નોકરી કરીને ઘરને આગળ વધારવાનું પ્રયાસ છે.