૧૦ જ દિવસમાં રૂ.૧૦ની અંદરનો શેર ૮૮ને ટચ ! : ચાર જ દિવસમાં ૧૪૦ ટકાનો ઉછાળો
દેશમાં જે રીતે આર્થિક પરિસ્થિતિ નજરે પડી રહી છે તેમાં પણ જયારે યશ બેંન્કની જે સ્થિતિ કફોડી બન્યા બાદ બેન્કને જે રીતે ઉગાડવામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ મદદ કરી છે તેનાથી બેંકને ઘણો ખરો ફાયદો પણ પહોંચ્યો છે. સતત ૪ દિવસમાં યશ બેન્કનાં શેરોમાં ૧૪૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. હાલ કોરોનાનો કહેર વિશ્ર્વ આખાને અસરકર્તા સાબિત થયો છે ત્યારે યશ બેન્કનાં શેરોમાં જે રીતે ઉછાળો જોવા મળ્યો છે તેનાથી યશ બેન્ક ચમકી ઉઠી છે. ૧૦ રૂપિયાથી નીચેના યશ બેન્કના શેરનો ભાવ ૮૮ને ટચ કરતા ફરી બજારમાં યશ બેન્ક ધમધમી રહી છે. બુધવારનાં રોજ યશ બેન્કનાં સંપર્ક સુત્રો દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, હવે યશ બેન્કની તમામ બેન્કિંગ સર્વિસો ચાલુ કરવામાં આવી છે. યશ બેન્કની નબળી સ્થિતિનાં કારણે રીઝર્વ બેંકે ૫૦ હજારની લીમીટનું બાંધણુ નકકી કર્યું હતું અને તેનાથી વધુની રોકડ ઉપાડવા ઉપર પણ પ્રતિબંધ મુકયો હતો.
યશ બેન્કને મજબુત બનાવવા માટે દેશની અનેક બેંકોએ સાથ સહકાર આપ્યો હોવાનું સામે આવે છે. જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત અનેક પ્રાઈવેટ બેન્કો પણ સાથ આપી રહી છે. નેશનલ સ્ટોક એકસચેન્જમાં ટોપ-૫૦ સ્ક્રીપ્ટમાં યશ બેન્ક અનેકવિધ વખત અવ્વલ ક્રમ પર રહી છે. દિવસના અંતે યશ બેન્કનાં શેરોની કિંમતમાં ૩.૬૭ રૂપિયાનો વધારો નોંધાયો છે જે દિવસના અંતે યશ બેન્કનો પ્રતિ શેર ૬૦.૮૦ રૂપિયા રહેવા પામ્યો હતો. લિક્વિડિટી સંકટનો સામનો કરી રહેલી યશ બેન્કના શેરમાં છેલ્લા સાત કારોબારી દિવસોમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. આરબીઆઈએ યસ બેન્કના કામકાજ પર કેટલાક પ્રતિબંધ લગાવ્યા બાદ ૬ માર્ચે બેન્કોના શેર ૫.૫૫ રૂપિયા સુધી પહોંચ્યા હતા.
યશ બેન્કનો શેર ૧૭ માર્ચે તેજીની સાથે ૬૩.૨ રૂપિયા પ્રતિ શેરના ભાવ પર પહોંચ્યો હતો. આ હિસાબથી કંપનીના શેરમાં ૧,૦૩૮ ટકાની તેજી આવી છે. બેન્કે જાહેરાત કરી છે કે ૧૮ માર્ચથી લેવડદેવડ કરવા પર લાગેલી સીમા હટી જશે.બેન્કોેને સંકટમાંથી ઉગારવા માટે સરકારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાનીમાં બેન્કોનું ક્ધસોર્ટિયમ બનાવ્યું છે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી, એક્સિસ બેન્ક, ફેડરલ, બંધન બેન્ક વગેરેએ બેન્કમાં રોકાણ કર્યું છે. લિક્વિડિટી સંકટ દૂર થયા બાદ બેન્કે જાહેરાત કરી કે ૧૮ માર્ચથી ગ્રાહકો માટેની તમામ સુવિધાઓ ફરીથી શરૂ થઈ જશે. આરબીઆઈએ કહ્યું- યસ બેન્કની પાસે પર્યાપ્ત કેશ, જરૂર પડવા પર બેન્કને વધુ લિક્વિડિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે. યશ બેન્કની આર્થિક સ્થિતિ નબળી પડતાની સાથે જ રોકાણકારોનાં રૂપિયાઓનું ધોવાણ થયું હતું પરંતુ બજારમાં જે રીતે યશ બેન્કનાં શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે જેમાં શેરનાં ભાવમાં ૨૯.૫૦ ટકાનો ભાવ વધતા શેર મજબુત સ્થિતિમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે.