કિક્રેટ સટ્ટાકાંડમાં સંડોવાયેલા

પાડાસણ જુથ સેવા સહકારી મંડળીના વ્યવસ્થા કમિટીએ છુટા કરવા રજીસ્ટ્રાર પાસે મંજુરી માંગતા દાદ માંગી તી

રાજકોટ લોધિકા સંઘમાંથી રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના પ્રતિનિધી તરીકેથી મહેશભાઈ આસોદરીયાને હટાવ્યા બાદ શ્રી પાડાસણ જુથ સેવા સહકારી મંડળી લી.ના વ્ય.કમીટી સભ્ય તરીકેથી કામ કરતા અટકાવવા સામે લવાદ લવાદ કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આ સાથે રાજકીય હરીફ જુથને ફટકાર લાગી છે.

રાજકોટ તાલુકાના પાડાસણ ગામ મુકામે આવેલા શ્રી પાડાસણ જુથ સેવા સહકારી મંડળી લી.માં મહેશભાઈ આસોદરીયા વ્યવસ્થાપક કમીટી સભ્ય તરીકેની ફરજ બજાવી રહેલ છે. કમિટી સભ્ય તરીકે પાંચ વર્ષની મુદત માટે તેઓ ચુંટાયેલા છે. મંડળીના પ્રમુખ તથા અન્ય વ્યવસ્થાપક કમીટી સભ્યો મહેશભાઈ આસોદરીયાને  સભ્ય તરીકેથી દુર કરવાના બદઈરાદાથી મંડળીની તા.22-04-2022 ની વ્ય.કમીટીના સભ્યની મીટીંગમાં એવો ઠરાવ કરવામાં આવેલો કે, “આપણી મંડળીના વ્ય. કમીટી સભ્ય  મહેશભાઈ પ્રાગજીભાઈ આસોદરીયા સામે આર્થીક ગુન્હામાં ધરપકડ  કરવામાં આવેલ છે. જે અંગેની ચર્ચા વિચારણા આજની સભામાં કરવામાં આવેલ છે.

મંડળીના વ્ય.કમીટી સભ્ય શ્રી મહેશભાઈ પ્રાગજીભાઈ આસોદરીયાને મંડળીના કમીટી સભ્યપદેથી છુટા ક2વાનું જીલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓ રાજકોટ પાસેથી મંજુરી અર્થે મોકલવાનું અને આ મંજુરીના જવાબ ન આવે ત્યાં સુધી આ કમીટી સભ્યને મળનારી તમામ કમીટીની મીટીંગમાં બોલાવવામાં આવશે નહી તેવી અરજી જીલ્લા રજીસ્ટાર રાજકોટને મોકલી આપવા ઠરાવવામાં આવે છે.”

મહેશભાઈ આસોદરીયાએ ઉપરોકત ઠરાવ સામે અહીની લવાદ કોર્ટ સમક્ષ  દાવો લાવી એવી રજુઆત કરેલ કે, વ્યવસ્થાપક કમીટી સભ્ય તરીકે એક વખત ચુંટાયા બાદ સહકારી કાયદાની કલમ -74 (1-2) ની જોગવાઈ મુજબ ચુંટાયેલ સભ્યની મર્યાદા પાંચ વર્ષની રહે છે, તેમજ કોઈપણ વ્ય.કમીટી સભ્યને દુર કરવા અંગેના સતા અધિકાર મંડળીની વ્યવસ્થાપક કમીટીને નથી. ચુંટાયેલ વ્યવસ્થાપક કમીટી સભ્ય સહકારી કાયદા તથા તેના નિયમોની જોગવાઈ મુજબ લાયકાત ધરાવતા હોય ત્યાં સુધી વ્યવસ્થાપક કમીટી સભ્યને કામ કરતા અટકાવી શકાય નહી કે દુર કરી શકાય નહી. મંડળીના પેટાનીયમ મુજબ પણ મહેશભાઈ આસોદરીયાને વ્યવસ્થાપક કમિટીથી દુર કરવા અંગેની કોઈ સતા મંડળીની વ્યવસ્થાપક કમીટીને નથી. ક્રિકેટ સટ્ટાનો ગુનો દાખલ થતા ગુનો સાબિત કોઈને દોષીત માની શકાય નહીં. મહેશભાઈ આસોદરીયા ત2ફેની નિલેશ જી. પટેલ એડવોકેટ મારફત થયેલ દલીલો તથા સહકારી ટ્રીબ્યુનલના ચુકાદાઓ તથા સહકારી કાયદાની જોગવાઈઓ ધ્યાને લઈ જીલ્લા રજીસ્ટાર સહકારી મંડળીએ, રાજકોટ આ અંગેનો નિર્ણય ન કરે ત્યાં સુધી મહેશભાઈ આસોદરીયાને વ્યવસ્થાપક કમીટી સભ્ય તરીકે મંડળી કામ કરતા અટકાયત અવરોધ કરે નહી તેવો મનાઈ હુકમ ફ2માવેલ છે. મહેશભાઈ આસોદરીયા તરફથી લવાદ કોર્ટ સમક્ષના દાવામાં રાજકોટના સહકારી ક્ષેત્રના એડવોકેટ નિલેશ જી.પટેલ રોકાયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.