નાના બાળકો, યુવાનો-યુવતીઓ ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી એકબીજાને દોસ્તીના તાંતણે બાંધશે: મિત્રો સમક્ષ લાગણી વ્યકત કરવાનો અનેરો અવસર એટલે ફ્રેન્ડશીપ-ડે
ફ્રેન્ડ, દોસ્ત, મિત્ર જીવનમાં દરેક વ્યક્તિને એક ગાઢ મિત્ર હોય છે. જે જીવનની દરેક ક્ષણે તેને મદદરૂપ થાય છે. એટલે જ કહેવાયું છે કે, ‘મિત્ર હું શૂન્ય છું મને પાછળ રાખજે, મારી તારી કિંમત વધારવી છે.’ સુખ હોય કે દુ:ખ હોય હંમેશા તમારી પડખે ઊભો રહે તે જ સાચો મિત્ર આપણા પૌરાણિક ગ્રંથોમાં પણ કૃષ્ણ-સુદામાની દોસ્તીની વાતો છે અને દરિદ્ર સુદામાની કૃષ્ણએ દોસ્તી નિભાવી દારિદ્ર કર્યું હતું. વર્ષો પછી પણ જ્યારે કોઈ મિત્ર મળી જાય ત્યારે શેર લોહી ચડી જાય છે. જૂની વાતોને વાગોળવી, દોસ્તીના કિસ્સાને વાગોળવા અને એ સમયને ફરીથી જીવી લેવાની ઈચ્છા થાય છે. આી ઈ માનવ-માનવ વચ્ચેની વાત પરંતુ જે રીતે શિવાજીનો ઘોડો તેમનો બેસ્ટ ફ્રેન્ડ હતો તેવી રીતે ઘણા એવા લોકો છે. જેમને તેમના પાલતું પ્રાણીઓ સો એટલીહદે મન મળી ગયા છે કે એક દિવસ પણ તેમને મળે નહીં તો બેચેન થઈ જાય છે.
રાઈડીંગ કરતા પડી જાવ ત્યારે પણ ‘રાજવી’ અને ‘માણકી’ સાથ છોડતી નથી
માનવની માનવ સો દોસ્તી હોય તે તો આપણે જાણીએ છીએ પરંતુ માનવની જાનવર સો દોસ્તી હોય તે તો આપણે માત્ર ફિલ્મોમાં જ જોયું છ. પરંતુ રિયલ લાઈફમાં પણ આવા ઘણા લોકો છે જેના એનિમલ ફ્રેન્ડસ છે. આવા જ એક એનિમલ ફ્રેન્ડ છે. ચંદ્રેશભાઈ ડાંગર, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા તેના ફાર્મ હાઉસમાં છેલ્લા ચાર વર્ષથી તેમણે બે ઘોડી પાળી છે. આ મારવાડી અને કાઠીયાવાડી છોડીને તેમણે રાજવી અને માણકી નામ આપ્યા છે. છેલ્લા ચાર વર્ષથી તેઓ આ ઘોડી સાથે બે થી ત્રણ કલાક ન વિતાવે તો તેમને ગમતુ નથી. ચંદ્રેશભાઈના જણાવ્યા પ્રમાણે હું તો ઠીક પરંતુ મારી બંને ઘોડી પણ જો આખા દિવસ દરમિયાન મને જુવે નહીં તો ઉદાસ , જાય છે અને જ્યારે મારી કારનો અવાજ સાંભળે કે તરત જ નગની ઉઠે છે અને આનંદીત થઈ અવાજ કરવા લાગે છે. અમારા બંને વચ્ચે ગજબનું એટેચમેન્ટ છે. ઘોડી એ વફાદાર જાનવર છે. જો ક્યારેક રાઈડીંગ કરતા પડી ગયા હોઈએ તો પણ તે મને મુકીને ક્યાંય જાય નહીં અને જો ક્યારેક મારાી ઓછો સમય ફાળવાઈ કે હું કદાચ ન દેખાઉં તો તેમની આંખોમાં આંસુ આવી જાય છે, હું મારી બંને ઘોડીઓની માવજત જાતે જ ક‚ છું, તેમને ગોળની બનાવેલી મીઠાઈઓ જમાડુ છું, મારું માનવું છે કે, મારા માટે મારી આ બે ઘોડીઓ જ મારી ફ્રેન્ડ છે અને સાચા ર્અમાં તેઓ ફ્રેન્ડશીપ નિભાવે છે.
ગાઢ મિત્રતા પાર્ટનરશીપમાં પરિણમી, આજે બંને મિત્રો સફળ રીતે ચલાવે છે વ્યવસાય
રાજકોટમાંરહેતા સુનિલભાઈ ચંદ્રકાંતભાઈ તેજાણી અને કમલેશભાઈ નાગરદાસ ટીંબડીયા છેલ્લા ૨૫ વર્ષથી મિત્ર છે. બંને વચ્ચેની મિત્રતાથી પારિવારરિક સંબંધો પણ બન્યા છે. ઉપરાંત બંનેની મિત્રતા પાર્ટનરશીપમાં પરિણમતા આજે બંને સફળ રીતે બેરીંગનાં વ્યવસાયનું સુકાન સંભાળે છે. સુનિલભાઈ તેજાણી તેમની મિત્રતાની વાત કરતા જણાવે છે કે, તેઓ બંને મિત્રો સુખ અને દુ:ખમાં હંમેશા સાથે રહ્યાં છે. એકબીજાના ઉાર-ચઢાવમાં બંને મદદ માટે હંમેશા તત્પર રહ્યાં છીએ.
માય સિસ્ટર ઈઝ માય બેસ્ટ ફ્રેન્ડ: ક્રિષિતા-ક્રિષા
સામાન્ય રીતે એક જ ઘરમાં બે બહેનો હોય કે બે ભાઈઓ હોય તો અંદરો અંદર કોઈને કોઈ બાબત ઝઘડતા રહે છે પરંતુ અહીં બે જોડીયા બહેનો એવી છે. જેનો એકબીજા વગર એક સેક્ધડ પણ ચાલતું ની. લાગ્યું હોય એકને તો દર્દ બીજીને મહેસૂસથાય છે. ક્રિષિતા અને ક્રિષા પ્રજાપતિ આવી જ ટ્વીન્સ છે. બંને બહેનો વચ્ચે માત્ર દસ મિનિટનું અંતર છે. બંને સ્કૂલે સો જાય છે. હોમવર્ક અને અધર એક્ટિવીટી પણ સો જ કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે ‘અમારી બન્ને વચ્ચે બહેન કરતા ફ્રેન્ડશીપ વધુ છે. માયર સિસ્ટર ઈઝ માય બેસ્ટ ફ્રેન્ડ અમે અમારી બધી વાતો એકબીજા સો શેયર કરીએ છીએ. ક્યારેક મીઠા ઝઘડા પણ થાય છે પરંતુ એ ઝઘડો પણ અમે એન્જોય કરીએ છીએ.
મેરે પાપા ધ ગ્રેટ… પિતા અને પુત્રની અનોખી દોસ્તી
રાજકોટ દેના બેંકના કશ્યપ ઝાલા અને તેમના પુત્ર અજિત ઝાલા અને તેમના પુત્ર અજિત ઝાલા બંને વચ્ચે પિતા-પુત્ર કરતા ફ્રેન્ડના રિલેશન વધારે મજબૂત છે. આ બંને પોતાની ફ્રેન્ડશીપને ખૂબ જ એન્જોય કરે છે. બંને વચ્ચે ખૂબ જ સારી અન્ડર સ્ટેન્ડીંગ અને મજબૂત બોન્ડીંગ છે. કશ્યપભાઈ ઝાલાના જણાવ્યા પ્રમાણે “અમે એકબીજાને બધી જ વાતો શેયર કરીએ છીએ, લેટ નાઈટ અમે ફરવા પણ જઈએ છીએ, અમારી વચચે ક્યારેક મિસ અન્ડર સ્ટેન્ડીંગ ઈ જાય તો તેને સામસામે બેસીને શોર્ટઆઉટ કરી લઈએ છીએ. અમને એકબીજા વગર ફાવતું જ ની અમે અમારી દોસ્તીનો ભરપુર આનંદ ઉઠાવીએ છીએ.