મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી…યમુનાજી
વૈષ્ણવોના દિલ દુભાય તે રીતે પાંચ રાજ્યમાંથી પસાર થતી યમુના દિલ્હીના ગંદા વોકળામાં પરિવર્તિત થવાના દિવસો હવે પુરા થશે
મહાભારત અને રામયણ સમયે યમુના નદીનો મહિમા અને મહત્વ રહ્યું છે અને સેંકડો વૈષ્ણવ સમાજ માટે આસ્થાના પ્રતિક ગણાતી યમુનાજી નદીને દિલ્હીના ગંદા વોકળામાં પરિવર્ત થતી અટકાવી યમુના નદીને ફરી જીવંત કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભગવાન કૃષ્ણના મથુરાની જેલમાં જન્મની સાથે જ યમુના નદી પાર કરી વાસુદેવ વૃંદાવન નંદબાવાને ત્યાં મુકવા ગયા અને ભગવાન કૃષ્ણએ યમુના નદીમાં કાળી નાગને નાથયો હતો તે રીતે આજે યમુના ગંદકીના સ્વરૂપના ફુફાડો મારી રહી છે. લાખો વૈષ્ણવોના દિલ દુભાય તેવી સ્થિતીમાં રહેલી યમુનાજીને ફરી જીવંત કરી પવિત્ર વહેણને મુકત કરવા માટે ૧૯૯૪થી ચાલતી કાનૂની લડતમાં મહત્વનો નિર્ણય આવતા યમુના ગંદકી મુકત બની પવિત્ર બની જશે.
ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી એમ પાંચ રાજ્યમાંથી પસાર થતી યમુના નદી માટે હથનીકુંજડ પવિત્ર ગણવામાં આવ્યો છે પરંતુ પાંચેય રાજયને યમુનાજીના જળ પ્રવાહની વેચણીના કારણે વહેતી નદી યમુનાજી નવી દિલ્હીના ગંદા વોકળામાં પરિવર્તત થઇ ગઇ છે. વૈષ્ણવોના આસ્થાના પ્રતિક સમાન યમુનાજી નદીમાં પાણી છોડી હથનીકુંડને ગંદકી મુકત કરવા માટે સુપ્રીમ કોર્ટ સુધી પહોચેલા કાનૂની વિવાદ બાદ નેશનલ ગ્રીન ટબ્યુનલ દ્વારા ૧૯૯૪માં બોર્ડની રચના થઇ હતી. યમુના નદીના પર્યાવરણીય પ્રવાહને સુનિશ્ર્ચિત કરનવા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હી માટે પાણીની વહેચીણી કરાર પર પુન વિચારણા કરવા અંગે ભલામણ કરવામાં આવી છે.
બોર્ડના સભ્ય બી.એસ. સજાનવાન અને દિલ્હીના ભુતપૂર્વ મુખ્ય સચિવ શૈલજા ચંદ્રની બનેલી પેનલ દ્વારા યમુના નદીના પ્રવાહને મુકત કરવાની ભલામણ કરવામાં કરી યમુનાજીને પૂર્વ નિર્ધારિત સ્થિતીમાં જાળવવા જરૂરી ગણાવ્યું છે. તેમજ જલ શક્તિ મંત્રાલય પર યમુના નદી બોર્ડ અને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હીના હેત ધરાવતા રાજય ૧૯૯૪માં હથનીકુંડ બેરેજ પર આગ્રણીય વહેતા પ્રવાહને છુટો કરવાની મંજુરી આપી યમુનાજીને બંધન મુક્ત કરવા આદેશ કર્યો છે.
બોર્ડ દ્વારા ભલામણ કરવામાં આવી છે કે, હરિયાણાના યમુનાનગર જિલ્લાના હથનીકુંડ બેરેજમાંથી પાણીને છોડવામાં આવશે તેમજ યમુના નદીના પશ્ર્ચિમી અને પૂર્વ વિભાગની યમુના નહેરો, તેમજ દિલ્હીને મ્યુનિસિપલ પાણી પુરવઠા દ્વારા કરવામાં આવેલી આડશને આ હુકમથી અસર થશે અને ઉત્તર પ્રદેશ રાજય માટે યમુના નદીમાથી અપાતુ સિચાઇના પાણીને પણ અસર કરશે તેમ સુત્રો જણાવી રહ્યા છે. યમુના નદીમાં માચ, એપ્રિલ અને જુનમાં અનુક્રમે પાણી છોડવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે યમુના નદી દિલ્હીના વોકલા પુરતી સ્મીત રહેવાના બદલે ફરી વહેલા જળની જેમ યમુના ગંદકી મુક્ત થઇ જશે તેના કારણે વૈષ્ણવો માટે આસ્થાના પ્રતિક સમાન યમુના પવિત્ર બની જશે તેમજ કૃષ્ણએ કાળી નાગ મુક્ત કરી હતી તેમ બોર્ડના નિર્ણયથી યમુના ગંદકી મુક્ત બની જશે તેમા બે મત નથી તેમ સુત્રો જણાવી રહ્યા છે.