મોટી દુર્ઘટના પહેલા વીજ પોલ ફેરવવાની ગ્રામજનોની માંગણી છતા તંત્રના પેટનું પાણી હલતુ નથી

એંજાર ગામે રહેણાંક મકાનની બાજુમાં જાહેર રસ્તા પર પાછલા ઘણા સમયથી યમદૂત સમો વીજ પોલ જર્જરિત હાલતમાં ઊભો છે જેથી આ વિજ પોલ  કોઇ મોટી દુર્ઘટના સર્જે તે પહેલા બદલાવવામાં આવે અથવા ઓ યોગ્ય કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે જોકે આ અંગેની રજૂઆત પીજીવીસીએલમાં કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હોવાના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે

જાણવા મળતી વિગતો મુજબ ધાંગધ્રા તાલુકાના એંજાર ગામના જુના પરામાં રહેતા શિવરાજ ભાઈ લક્ષ્મણ ભાઈ ઠાકોર ના મકાન ની શેરીમાં પાછલા એકાદ વર્ષથી વીજપોલ જર્જરિત હાલતમાં ઊભો છે આ વીજ પોલ પર હાલ વીજ લાઈન પણ ચાલુ હોય જેથી આ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા સળિયા દેખાઈ રહેલો વિજપોલ  ગમે ત્યારે કોઇ મોટી દુર્ઘટના સર્જશે તેવો ભય વ્યક્ત કરી રહ્યા છે

જેથી વીજ પોલને બદલાવવા માટે સ્થાનિક લોકો દ્વારા હળવદ પીજીવીસીએલ કચેરીમાં રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા વીજ પોલ બદલાવાની કે યોગ્ય કરવાની કોઈ દરકાર લીધી નથી જેથી લોકો માંગ કરી રહ્યા છે કે યમદૂત સમાન વીજપોલ કોઇ મોટી દુર્ઘટના સર્જ તે પહેલા બદલાવવામાં આવે હવે જોવાનું એ રહ્યું કે પીજીવીસીએલ દ્વારા વીજ પોલને ક્યારે બદલે છે.?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.