સમૂહ જનોઇની સાથે 1 દંપતિએ પ્રભુતામાં પગલા માંડ્યા

અખીલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન, રાજકોટ દ્વારા 1 દિકરીના લગ્ન તથા 12 બટુકોના સમુહ જનોઇનું ભવ્ય આયોજન તા.15/05/2022 રવિવારના રોજ રાજકોટ ખાતે યોજાય ગયેલ.

રાજકોટના આંગણે રવિવારે ઢોલ નગારા સાથે શરણાઇઓના સુર સાથે સમુહ જનોઇનું અને લગ્નનું ભવ્ય આયોજન ધામધૂમથી પૂર્ણ થયેલ છે. સંસ્થાનું આ ત્રીજું આયોજન હતું. ત્રણ વર્ષ પહેલા (51) બટુકોના સમુહ જનોઇનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલું. ત્યારબાદ 2020માં ચાર દિકરીના લગ્ન તથા 4 બટુકોના સમુહ જનોઇનું આયોજન કરેલ અને હવે તા.15/05/2022ના રવિવારના રોજ 1 દિકરીના લગ્ન તથા 12 બટુકોના સમુહ જનોઇનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સર્વે બટુકોના પરિવારજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયેલ.

આ કાર્યક્રમ સંસ્થાના સક્રિય જે.ડી. ઉપાધ્યાય તથા માધવીબેન ઉપાધ્યાયની આગેવાનીમાં તથા ભાઇઓ-બહેનોની સમગ્ર ટીમ મેમ્બરોએ સૌ સાથે મળીને આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સાંસદ રામભાઇ મોકરીયા ઉપસ્થિત રહી અને આશીર્વાદ આપેલ.

દિપ પ્રાગટ્ય ડો.કમલેશભાઇ જોષીપુરા તથા ભાવનાબેન જોષીપુરા, દર્શિતભાઇ જાની, ડો.જયમન ઉપાધ્યાય, રાજેન્દ્રસિંહ ગોહિલ, અતુલભાઇ પંડિત, કિરીટભાઇ પાઠક, શ્રીમતી મધુબેન ઇશ્ર્વરભાઇ ભરાડ, રમેશભાઇ દવે, સર્મપણ ચેરીટેબલ ટ્રસ્ટ કરવામાં આવેલ હતું.

દિલીપભાઇ સોમૈયા, ચિરાગભાઇ ધામેચા, ધર્મભક્તિ ગૌસેવા મંડળ, શિતલબેન ત્રિવેદી, નિશાબેન પંડ્યા, દિપાલીબેન પરાગભાઇ હંઝ, બીનાબેન એ.શુક્લ, હિમાબેન જયદીપ ઉપાધ્યાય, ભાર્ગવી ભટ્ટ, પરાગકુમાર હંઝ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર ભવ્ય આયોજનને સફળ બનાવવા સંસ્થાના અગ્રણીઓ જે.ડી. ઉપાધ્યાય (અધ્યક્ષ) જયેશભાઇ જાની, જયુ અદા શાસ્ત્રી, રાહુલભાઇ ક્ષોત્રીય, જયેશભાઇ જોષી, ભરતભાઇ પંડ્યા, બીપીનભાઇ ભટ્ટ, કમલેશભાઇ જોષી, રાજેશભાઇ શુક્લ, લલીતભાઇ ઉપાધ્યાય, અંકિતભાઇ ઉપાધ્યાય, કમલેશભાઇ ત્રિવેદી, વિમલભાઇ ત્રિવેદી, અમીતભાઇ શુક્લ, મનીષભાઇ પંડ્યા, પરાગભાઇ હંઝ, જોશભાઇ ત્રિવેદી, દિલીપભાઇ પુરોહિત તેમજ મહિલા અગ્રણીઓ અધ્યક્ષ શ્રીમતી માધવીબેન જે.ઉપાધ્યાય, શિતલબેન ત્રિવેદી, બીનાબેન શુક્લ, હીમાબેન ઉપાધ્યાય, નિશાબેન પંડ્યા, જયશ્રીબેન ક્ષોત્રીય, ભાર્ગવી ભટ્ટ, જ્યોતીબેન જાની, ઇલાબેન વ્યાસ, દિપાલીબેન પરાગકુમાર હંજ વગેરે સહિત સમગ્ર ટીમ ઉત્સાહભેર જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.