Abtak Media Google News
  • મગજનો હિપ્પોકેમ્પસએ વિસ્તાર છે, જ્યાં યાદો સચવાય છે: અમુક ખરાબ યાદો મગજના મહત્વપૂર્ણ ભાગમાં ઘર કરી જાય છે: ડરામણી યાદો વ્યક્તિના મનના એક ભાગમાં છૂપાયેલી રહે છે, જે સમયાંતરે બહાર આવે છે
  • યાદ ન જાયે….બીતે દિનો કી
  • યાદોની સાથે વિચારો અને લાગણીઓ, શીખવું અને યાદ રાખવું અને ચેતના જેવી ક્રિયા સાથે જોડાયેલી છે: સપના જોવા પણ આપણી યાદો સાથે જોડાયેલી છે: મગજનો પૂર્ણ વિકાસ થયો ન હોવાથી બાળપણની વાતો બહું યાદ નથી રહેતી

આપણાં બાળપણથી મૃત્યુ સુધીના જીવનમાં ‘યાદ’ એવી વસ્તું છે, જેનો આપણાં રોજીંદા જીવન સાથે ખુબ જ જોડાણ છે. મગજનો પૂર્ણ વિકાસ ન થયો હોવાથી બાળપણની વાતો આપણને બહું યાદ રહેતી નથી. આપણું જીવન ‘એક યાદો કી બારાત’ છે, જે સતત યાદ આવતી જ રહે છે. એક યાદની સાથે બીજી યાદો જોડાયેલી હોવાથી સમયાંતરે એક પછી એક યાદ આવતી જ રહે છે. કોઇકનો ચહેરો કે સ્થળ જોઇને આપણાં ભૂતકાળની યાદોનું સરોવર છલકવા લાગે છે. જુની કે નવી ફિલ્મોમાં પણ ઘણા સુંદર ગીતો યાદના આપણે સાંભળીએ છીએ. ‘યાદે ન જાયે…બીતે દિનો કી’ આ ફિલ્મ ગીત ઘણું સમજાવી જાય છે. ભૂતકાળને સમય જ્યારે જ્યારે યાદ આવે ત્યારે વર્તમાનમાં પણ એ દિવસો યાદ કરીએ છીએ. સારા-નરસા થયેલા અનુભવો યાદ આવે કે યાદ કરીને મિત્રો સાથે શેર કરતા હોઇએ છીએ.

સામાન્ય રીતે આપણને પ્રશ્ર્ન થાય કે આપણને બધું યાદ કેમ રહી જાય છે? આપણાં મગજનો હિપ્પોકેમ્પસએ વિસ્તાર છે. જ્યાં યાદો સચવાયેલી પડી હોય છે. અમૂક અકસ્માતના કિસ્સામાં મગજમાં ઇજા થતાં ‘યાદશક્તિ’ ગુમાવી દઇએ છીએ, તો ઘણી વાર મેમરીલોસના દર્દી પણ જોવા મળે છે. અમૂક ખરાબ વાતો મગજના મહત્વપૂર્ણ ભાગમાં ઘર કરી જાય છે. ડરામણી યાદો વ્યક્તિના મનના એક ચોક્કસ ભાગમાં છૂપાયેલી હોય છે, જે સમયાંતરે બહાર આવે છે. યાદોની સાથે વિચારો, લાગણીઓ, શિખવું, યાદ રાખવું અને ચેતના જેવી ક્રિયાઓ જોડાયેલી છે. સપના જોવા કે તેની વાતો આપણી યાદો સાથે જોડાયેલી હોય છે. મગજનો પૂર્ણ વિકાસ ન થયો હોવાથી બાળપણની યાદો આપણને બહું યાદ નથી રહેતી.

આપણાં જીવન અને સુખ-દુ:ખ સાથે સારી ખરાબ યાદો જોડાયેલી હોય છે. માણસની ઇચ્છાઓ ક્યારેય પૂર્ણ થતી તેમ તેમ માનવી તેના અનુભવો, યાદોના સથવારે સુખની પાછળ દોટ મુકે છે. આપણી સ્કૂલ લાઇફ અને બાળપણના મિત્રો ખૂબ જ યાદ આવે છે. ઘણીવાર આપણને યાદ ન હોય ત્યારે મા-બાપો આપણને આપણા બાળપણની વાતો પણ તેઓ ‘યાદ’ કરીને કરે છે. નાનપણએ જીંદગીની સૌથી શ્રેષ્ઠ પળ હોવાથી જીંદગીભરને યાદ રહે છે. લાંબા સમયે મળતો માણસને આપણે ઘણીવાર ભૂલી જઇએ ત્યારે યાદ કરવાની કોશિક કરીને તેનું નામ જણાવીએ છીએ. આજના યુગમાં તો ‘યાદશક્તિ વધારવાની’ શિબિરો થવા લાગી છે. સરળતાથી યાદ કેમ રાખી શકાય તે આપણને શીખડાવે છે, પણ આપણે જ આપણી યાદની શક્તિનો વિકાસ કરી શકીએ છીએ. ઘણી તરકીબોથી આપણને યાદ ઝડપથી રહી જાય છે. શિક્ષણ માટે વાંચવા માટે કે વિચારવા માટે કે સમજવા માટે સવારનો સમય ઉત્તમ ગણાય છે. આજે તો ઘણા લોકો સ્માર્ટ યુગમાં ‘સ્માર્ટ’ બને છે. નાનકડા બાળકો પણ યાદ રાખીને ઘણું બોલે છે.

આજના વિદ્યાર્થીઓને તો યાદ રાખવા માટે જાત-જાતની સલાહ આપવાવાના ઘણાં લોકો શાળાઓમાં લેક્ચર આપવા આવે છે. યાદ શક્તિએ જાદુ નથી પણ મગજની એક શક્તિ છે. એક વાત નક્કી છે કે સમજપૂર્વકનું વાંચન જ આપણને અનંત સમય સુધી યાદ રહે છે. તમારી માનસિક સ્વાસ્થ્ય સારૂ હોય તો જ તમારી યાદશક્તિ ખીલી ઉઠે છે. વૈજ્ઞાનિકો સલાહ આપે છે કે પુસ્તક વાંચ્યા બાદ એના જે ભાગો તમને અગત્યના લાગે એની નીચે લીટી કરી દો. આપણને વાંચતી વખતે પણ ઘણી વાતો-પ્રસંગો યાદ આવતાં જ હોય છે. ઉઠમણા કે સ્મશાન યાત્રામાં જોડાઇ ત્યારે આપણા સ્વજનો યાદ આવતાં આપણી આંખો ભરાઇ આવે છે.

આપણને આપણાં સપના ક્યાંથી શરૂ થાય છે, અને સંપૂર્ણ યાદ કેમ નથી રહેતા તેની પાછળના કારણોમાં રેપીડ આય મુવમેન્ટ દરમ્યાન માનવ મગજમાં રક્ત પરિભ્રમણ ખૂબ ઝડપી બને છે, અને પ્રારંભિક તબક્કામાં સપનામાં કોઇ સ્પષ્ટ માળખુ હોતું નથી. ટીવીમાં સિગ્નલ ન મળે તેવી સ્થિતી હોય છે, તેથી થોડુંક જ યાદ રહે છે.

જે લોકો સપનાને યાદ કરે છે, તેને સપનાનો અંત પણ યાદ હોય છે. દુનિયાના કોઇપણ માણસને સપનું ક્યાંથી શરૂ થયું તે યાદ હોતું નથી. સપનાઓ મોટાભાગે દિવસ દરમ્યાન બનતા પ્રસંગો, વાતો અને આપણી જૂની યાદોની આસપાસ વણાયેલા હોય છે.

આપણું મગજ શરીરના સંચાલન સાથે વિવિધ વિષયોનું જ્ઞાન, લોકોની ઓળખ, જુદી-જુદી ઘટનાઓ અને ભવિષ્યના વિચારો પણ કરે છે, જરૂર પડે ત્યારે જૂની વાતોને પણ યાદ કરી શકે છે. મગજના વિવિધ મેમરીના કોષો કાન, નાક, ચામડી, પોતે સાંભળેલું, જોયેલું, સુંઘેલું અને સ્પર્શેલું યાદ કરે છે, અને તેમાં નવી માહિતીનો સંગ્રહ પણ કરે છે. મગજમાં ટૂંકાગાળાની અને લાંબા ગાળાની યાદોને સંઘરવા માટે અલગ-અલગ વિભાગો હોય છે. વાંચેલુ, ભણેલું, અનુભવેલું, લાંબા ગાળાના યાદ કેન્દ્રોમાં સચવાય છે. મગજના આંતરિક ભાગમાં યાદ કેન્દ્ર હોય છે, તેના જ્ઞાનકોષોમાં માહિતીનો સંગ્રહ હોય છે.

આપણી પાસે એક કાર્યકારી મેમરી પણ છે, જે આપણને કોઇ વસ્તુનું પુનરાવર્તન કરીને ઓછા સમય માટે મગજમાં રાખવા દે છે. કેટલીય યાદો હકિકત કે સામાન્ય જ્ઞાન હોય છે. આપણે કેવી રીતે વસ્તુઓને યાદ રાખીએ છીએ એના કરતાં કેમ ભૂલી જઇએ છીએ. તે જાણવાની જરૂર છે. સ્મૃતિ ભ્રંશ મગજના અમુક પ્રકારનાં આઘાતનું પરિણામ છે. શ્ર્વાન જેવા ઘણા પ્રાણીઓની યાદ શક્તિ પાવરફૂલ હોવાથી તે પણ ઘણું યાદ રાખી શકે છે. મગજના વિવિધ ભાગો યાદોની રચના કરે અને સાચવે પણ છે. 1940ના દાયકામાં સંશોધનમાં જોવા મળેલ કે સ્મૃતિઓ ચેતાકોષો કે ચેતાકોષોના જૂથોમાં રાખવામાં આવે છે, જેને સેલ એસેમ્બલી કહેવાય છે.

યાદશક્તિનું કોઇ માપ નથી, મગજના કામમાં પ્રગતિ કરો અને આઇ.ક્યુ. વધારતા રહો

માણસની યાદશક્તિ અદ્ભૂત છે. અમૂક યાદ રાખીએને અમુક ભૂલી જઇએ છીએ. જન્મથી સમજણ વચ્ચે આપણી આસપાસની દુનિયા વિશે પુષ્કળ માહિતીનો સ્ત્રોતનો અનુભવ થાય છે, અને યાદ રહી જાય છે. યાદશક્તિનું કોઇ માપ નથી, તમે તમારા મગજના કામમાં પ્રગતિ કરો અને આઇ.ક્યુ. વધારતા રહો. માણસો વિવિધ સમય માટે વિવિધ પ્રકારની યાદોને જાળવી રાખે છે. ટૂંકાગાળાની યાદો સેક્ધડથી કલાકો સુધી જ યાદ રહે છે, જ્યારે લાંબાગાળાની યાદો વર્ષો સુધી યાદ રહે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.