40 વર્ષની બોલીવુડ યાત્રાને 26000 ગીતો
રફીએ સૌથી વધુ ગીતો સંગીતકાર લક્ષ્મીકાંત -પ્યારેલાલ માટે ગાયા, યુગલ ગીતો આશા ભોસલે સાથે ગાયા: પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર અને છ ફિલ્મ ફેર એવોર્ડની સાથે 1967માં સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માન કર્યુ હતુ: શાસ્ત્રીય, ભકિત, કવ્વાલી, ભજન, ગઝલ અને રોમેન્ટિક ગીતો ગાયા હતા
તેમણે સમગ્ર કારકીર્દી દરમિયાન હિન્દી ફિલ્મગીતો ઉપરાંત કોકલી, ઉર્દુ, ભોજપુરી, ઉડિયા, પંજાબી, બંગાળી, મરાઠી, સિંધી, કન્નડ, તેલુગુ, મધી, મૈથિલી આસામી અને ગુજરાતી જેવી વિવિધ ભાષામાં પણ ગીતો ગાયા હતા: વધુ ગીતો ગાવાના રેકોર્ડ માટે તેમની અને લત્તા વચ્ચે વિવાદ પણ ચાલ્યો હતો
1960માં આવેલી ફિલ્મ મુગલ એ આઝમમાં મહોબ્બ જિંદાબાદ ગીત 100 સહાયક ગાયકો સાથે ગાયું હતુ: એક વખત એક ગુનેગારની ફાસી આપવા પહેલા તેની અંતિમ ઈચ્છા પુછતા, તેણે બૈજુ બાવરા ફિલ્મનુંગીત એ દુનિયા કે રખ વાલે સંભળાવવાની માંગણી કરી હતી: ઓ દુનિયા કે રખવાલે ફિલ્મી ભજન તેનું શ્રેષ્ઠ ગીત ગણાય છે
મોહમ્મદ રફીએ સમાજ કો બદલ ડાલો, લૈલામજનું અને જુગ્નું જેવી ત્રણ ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો
ભારતીય ફિલ્મ જગતમાં ‘રફી’ જૈસા કોઇ નહીં. તેમનાં પાર્શ્ર્વ ગાયકના 1944 થી 1980ના ચાર દાયકામાં 26 હજારથી વધુ ગીતો ગાયને અમર થઇ ગયા. આજે પણ જુના ગીતોની બેઠક મ્યુઝીકલ પાર્ટી કે ગમે તે સંગીત જલ્વો હોય ત્યાં રફી સાહેબના ગીતો અચુક ગવાય જ. તેમના ગીતોમાં જીવનના નવ રસ ભળી ગયા હતાં. 24 ડિસેમ્બર 1924 એ જન્મ અને 31 જુલાઇ 1980નાં રોજ ફાની દુનિયા છોડી પણ તેના હજારો ગીતો થકી તે આપણી આસપાસ જ છે એવું ચાહકો માને છે. દરેક કલાકાર માટે ગાવાની અલગ લયને કારણે ગીત સાંભળતા જ કલાકારનો ચહેરો દેખાય જાય.
તેમના ગીતોમાં પ્રેમ સાથે મીઠા જીવનના નવ રસને ઝીલી શકાતો: દરેક કલાકાર માટે અલગ હલકથી ગીતોનો સ્વર ગીતો સાંભળતા તેનો ચહેરો યાદ કરાવી જાય 5 રાષ્ટ્રીય પુરસ્કાર, 6 ફિલ્મ ફેર એવોર્ડ સાથે ભારત સરકારે 1967 માં પદ્મશ્રી એવોર્ડથી સન્માન કર્યું હતુ.
તેમના ગીતોમાં શાસ્ત્રીય ગીતોથી માંડીને ભક્તિગીતો, સેડ સોંગ, લવ સોંગ, કવ્વાલી, ગઝલ જેવા વિવિધ રસ જોવા મળ્યા હતાં.ધીમી ઉદાસ ધૂનો સાથે મસ્તી ભર્યા ઝડપી ગીતો સામેલ હતાં. હિન્દી અને ઉર્દુ પર તેમની પકડ મજબૂત હતી સાથે રફી સાહેબે કોકણી, ભોજપુરી, ઉડીયા, પંજાબી, મરાઠી, સિંધી, કન્નડ, ગુજરાતી, તેલુગુ, મઘી, મૈથિલી, આસામી જેવી વિવિધ ભાષામાં ગીતો ગાયા હતાં. જો કોઇ ગીતમાં ‘હું તને પ્રેમ કરૂ છું’ આ ગાવાનું હોય તો તે 101 રીતે અલગ-અલગ સુર, લય અને તાલમાં ગાઇ શકવાની આવડત ધરાવતા હતાં.મા-બાપના છ ભાઇઓમાંથી સૌથી નાના મોહમ્મદ રફી બચપણમાં એક ફકીરના ગીતોની નકલ કરીને ગાવાની શરૂઆત કરી હતી. તેનું હુલામણું નામ ‘ફિકો’ હતું. લાહોર આવ્યા બાદ સલૂન શરૂ કરીને તેમના સાળા રફીનો અવાજ આવડત જોઇને વિવિધ ઉસ્તાદો પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવા મોકલ્યા. માત્ર 13 વર્ષની ઉંમરે એ જમાનાના મહાન ગાયક કે.એલ. સાયગલનાં જલ્સામાં ગીત ગાવાની તક મળી હતી. 1941માં બનેલીને 1944માં રજૂ થયેલી ફિલ્મ ‘ગુલ બાલોચ’માં સંગીતકાર શ્યામ સુંદર હેઠળ રફીએ પ્રથમ ગીત ગાયું. આજ ગાળામાં લાહોર રેડિયો સ્ટેશનમાં ગાવાની તક મળી.
શ્યામ સુંદરના સંગીતમાં પછીના વર્ષોમાં ધી બોમ્બે, ગાય કી ગોરી જેવી ફિલ્મોમાં ગીતો ગાયા. મોહમ્મદ રફીએ જુગનુ, લૈલા, મજનું જેવી ફિલ્મોમાં કલાકાર તરીકે નાનકડી ભૂમિકા સાથે અભિનય પણ કર્યોં. તેણે લૈલા મજનૂમાં તેરા જલ્વા ગીતમાં તેમણે સમૂહ ગાનમાં ભાગ લીધો હતો. 1944 માં તેઓ મુંબઇ આવ્યાને ભીંડી બજારની નાનકડી ઓરડીમાં રહીને મુશ્કેલી ભરી યાત્રા શરૂ કરી હતી.
કવિ તન્વીર નકવીએ મહેબૂબ ખાન જેવા વિવિધ નિર્માતા સાથે ઓળખાણ કરાવી. ચોપાટીના દરીયા કિનારે વ્હેલી સવારે નિયમિત રિયાઝ કરતા મોહમ્મદ રફીને ફરી શ્યામ સુંદર સંગીતકારે જી.એમ.દુરાની સાથે યુગલ ગીતમાં રફીને તક આપી હતી. 1948ના ગાળામાં રાજેન્દ્ર કિષ્ના, રફી અને હુશનલાલ ભગતરામે રાતોરાત સુનો સુનો એ દુનિયાવાલે બાપુ કીયે અમર કહાની’ નામનું ગીત બનાવ્યું જેનાથી ખુશ થઇને વડાપ્રધાન નહેરૂએ તેમને પોતાના ઘેર ગીત ગાવા બોલાવ્યા હતાં. આજગાળામાં નૌશાદ સાથે ફિલ્મ દિલ્લગી, ચાંદની રાત, શ્યામ સુંદર સાથે દુલારી,બાઝાર, હુશનલાલ સાથે મિનાબજાર ફિલ્મમાં ગીતો ગાયા હતાં. 1946 માં મહેબૂબ ખાનની ‘અનમોલ ઘડી’ ફિલ્મથી તેમનો સિતારો ચમકતો જે અંત સુધી ક્યારેય અસ્ત થયો નહીં. રફી એના જમાનાના ગાયકો સાયગલ,તલત મહેમુદ અને જી.એમ.દુરાનીથી ખૂબ જ પ્રભાવિત હતા. તેમણે તેની સાથે કેટલાક પ્રેરણામૂર્તિ ગીતો ગાયા જેમ કે બે કસુર (1950) અને હમ સબ ચોર હે (1950) વિગેરે. તેમણે લગભગ બધા સંગીતકારો સાથે ગીતો ગાયા પણ એ પૈકી નૌશાદ મુખ્ય હતાં. 1950 થી 1960ના ગાળામાં ઓ.પી.નૈયર, એસ.ડી. બર્મન, શંકર-જયકિશન જેવા અન્ય સંગીતકારો સાથે પણ કામ કર્યું. નૌશાદના પહેલા પ્રિય તલત મહેમુદ હતા પણ પિતાના ભલામણથી રફીને ગાવાની તક આપી હતી. રફી-નૌશાદની સાચી ઓળખ 1952માં આવેલી બૈજુ બાવસ ફિલ્મથી મળી જેમાં ઓ દુનિયા કે રખવાલે, મન તડપત હરી દર્શન કો, જેવા ગીતો રફીની ઓળખ બની ગયા હતાં. તેમણે નૌશાદ સાથે 149 ગીતો ગાયા હતાં. એસ.ડી.બર્મન સાથે પ્યાસા, કાગઝ કે ફૂલ, તેરે ઘર કે સામને, ગાઇડ, આરાધના, અભિમાન જેવી ફિલ્મોમાં ગીતો ગાયા હતા. શંકર-જયકિશન સાથે શમ્મી કપૂર-રાજેન્દ્ર કુમાર જેવા વિવિધ કલાકારો માટે શ્રેષ્ઠ ગીતો ગાયા જેમાં બહારો ફૂલ બરસાવો, તેરી પ્યારી પ્યારી સુરત કો, ચાહે મુઝે કોઇ જંગલી કહે જેવા અમર ગીતો હતા. રવિ સાથે ચૌદવી કા ચાંદ, નિલ કમલ, ચાઇના ટાઉન, કાજલ, દો બદન જેવી ઘણી ફિલ્મો કરી બાબુલ કી દુવાએ લેતીજા ગીત ગાતા રફી સાહેબ રડી પડ્યા હતાં. આ ગીત આજે પણ લગ્ન પ્રસંગે અચુક સંભળાય છે.ઓ.પી.નૈયરની સફળતા રફીને કારણે જ હતી. તેના બધા ગીતોમાં રફી નંબર વન હતા. નયા દૌર, કાશ્મિર કીકલી, તુમસા નહી દેખા સાથે તેમણે સૌથી વધુ ગીતો લગભગ 200 જેટલા ઓ.પી.નૈયર સાથે ગાયા હતાં. લક્ષ્મીકાંત પ્યારેલાલની પ્રથમ ફિલ્મ ‘પારસમણી’થી રફી તેમના પ્રિય ગાયક બની ગયા હતાં. 1950થી 1970 વચ્ચે સંગીતકારોની સૌથી વધુ માંગ ગાયક મોહમ્મદ રફીની હતી. 1968માં બે હિન્દી ગીતોને તેણે અંગ્રેજીમાં પણ ગાયા હતા. રફી લત્તા વચ્ચે રોયલ્ટીનો મુદ્ોતથા સૌથી વધુ ગીતો ગાવાના રેકોર્ડ બાબતે પણ પ્રશ્નો થયા હતાં. રફીએ દેશની 11 ભાષામાાં 28 હજાર ગીતો ગાવાનો દાવો કર્યો હતો. તેમનાં ગેરફિલ્મી ગીતો પણ 450થી ઉપર છે. તેમણે છેલ્લુ ગીત ફિલ્મ આસપાસ માટે ગાયું હતું. 1980માં તેમને ચાર પુત્રો અને ત્રણ પુત્રી હતી.
બાબુલ કી દુઆએ લેતી જા ગીતે રફી સાહેબને અમર બનાવી દીધા
ભારતના ગમે તે લગ્ન પ્રસંગ હોય પણ રફી સાહેબના બાબુલ કી દુઆએ લેતીજા અને આજ મેરે યાર કી શાદી ગીત વગર અધુરા ગણાય છે. હિન્દુસ્તાનના શ્રેષ્ઠ દેશ ભકિત ગીતોમાં ‘યે દેશ હૈ વીર જવાનો કા’ સદા ટોચ પર રહેલું છે. રફી એ કુલ 1930 ફિલ્મોમાં ગીતો ગાયા હતા, અને ફિલ્મ જગતના માઈલસ્ટોન સમા તેના ગીતો ‘દોસ્તી’ ફિલ્મના આજે પણ તેના ચાહકોના ફેવરીટ છે. એક સમયે તેનું ગેરફિલ્મગીત ‘સુનો સુનો યે દુનિયા વાલો, બાપુકી અમર કહાની’ આખા દેશમાં ગુંજતું હતુ.
રફીના ઓલ ટાઇમ ફેવરીટ ગીતો
યે મેરા પ્રેમ પઢકર. સંગમ
બાબુલ કી દુવાએ લેતીજા નિલકમલ
ઓ દુનિયા કે રખવાલે.. બૈજુ બાવરા
બહારો ફૂલ બરસાવો સુરજ
જો વાદા કિયા હે, નિભાના પડેગા તાજમહલ
યાદે ન જાયે બીતે દીનો કી. દિલ એક મંદિર
ચલ ઉડજારે પંછી.. ભાભી
યે દુનિયા.. યે મહેફીલ હિરરાંઝા
આને સે ઉસકે આયે બહાર.. જીને કી રાહ
ચાહુંગા મેં તુજે સાંજ સવેરે.. દોસ્તી….
તુમ જો મિલ ગયે હો, તો યે લાગતા હે….
હસ્તે જખમ
આજ મેરે યાર કી શાદી હે….
આદમી સડક કા
ઓ.પી.નૈયર સાથેના સૌથી શ્રેષ્ઠ યુગલ ગીતો
મોહમ્મદ રફીએ લગભગ બધા સંગીતકારો સાથે સુંદર ગીતો ગાયા છે, પણ સંગીતકાર ઓ.પી.નૈયર સાથેની ફિલ્મો ગીતો લાજવાબ હતા, ને આજે પણ એટલાજ હીટ છે, જેમાં મેરેસનમ, તુમસા નહી દેખા, ફિર વહી દિલ લાયા હું, હમ સાયા, ેં રાત ફિર નહી આયેગી, સાવન કી ઘટા, ફાગુન, નૈયાદૌર, જેવી ઘણી ફિલ્મોના ગીતો ખુબજ સફળ થયા હતા.