લોકોની સેવા કરવી આવશ્યક પણ પોલીસ જવાનોની સેવા કરવી તે આપણો નૈતિક ધર્મ: નમ્રતા ભટ્ટ
કોરોનાના કહેરને ફેલાતો રોકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે ગરીબ અને જરૂરીયાત મંદ લોકોની વ્હારે અનેક વિધ સંસ્થાઓ આવી છે. તેમને ભોજન અનાજની કીટ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવતું ત્યારે આ કોરોનાના મહામારી ડોકટર્સ, પોલીસ પોતાની નિષ્ઠાપૂર્વક રાત-દિવસ ફરજ બજાવતા જવાનો માટે યંગ ઇન્ડિયન ગ્રુપ દ્વારા પોલીસ જવાનો માટે બ્રાન્ડેડ કંપનીના સન ગ્લાસીસ ચશ્મા આપવામાં આવ્યા હતા. આ તકે એસીપી ટ્રાફીક બી.એ. ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
વાય.આઇ. રાજકોટની કામગીરી પ્રશંસનીય: કોન્સ્ટેબલ અનીતાબા જાડેજા
અબતક સાથેની વાતચીત દરમિયાન કોન્સ્ટેબલ અનિતાબા જાડેજાએ જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયન રાજકોટ ગ્રુપ દ્વારા અમારા માટે સનગ્લાસીસ ચશ્મા આપવામાં આવ્યાં છે. તે બદલ તેમનો આભાર વ્યકત કરૂ છુ. આવા કપરા તડકામાં અમે કામગીરી કરતાં હોય ત્યારે અમારી ચિંતા કરીને યંગ ઇન્ડિયન રાજકોટ ગ્રુપ દ્વારા સનગ્લાસીસ આપ્યાં છે. તે કાબીલે તારીફ છે.
મહામારીમાં ફરજ બજાવતાં જવાનો આપણા સાચા હીરો: નમ્રતા ભટ્ટ
અબતક સાથેની વાતચીત દરમિયાન યંગ ઇન્ડિયન રાજકોટ ગ્રુપના પ્રેસીડેન્ટ નમ્રતા ભટ્ટએ જણાવ્યું હતું કે અમોએ પોલીસ જવાનોનુે સનગ્લાસીસ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. કારણ કે તેઓ રાત-દિવસ ફરજ બજાવતા હોય ત્યારે તેમની આંખોને સૂર્યના તાપથી રક્ષણ મળે તે હેતુથી આજે ર૦૦ થી વધુ ટ્રાફીક પોલીસ જવાનોને બ્રાન્ડેડ ચશ્માનું વિતરણ કર્યુ છે. ટ્રાફીક પોઇન્ટ પર ટ્રાફીક પોલીસ તડકામાં પણ ઉભા રહી ફરજ નિભાવતા હોય છે. તેથી તેમના માટે જ અમોએ સેવાકાર્ય કરેલ, આ પહેલા પણ અમે પોલીસ જવાનો માટે એન્જી ડ્રીકસ, સ્નેકસનું પણ વિતરણ કર્યુ હતું. તેઓ આપણા સાચા હીરા છે. જેઓ આ મહામારીમાં પોતાની ફરજ અદા કરી રહ્યાં છે.
પોલીસ જવાનોની ચિંતા કરી વાય.આઇ. રાજકોટનું અનોખું પગલું: બી.એ. ચાવડા
અબતક સાથેની વાતચીત દરમિયાન એસીપી ટ્રાફીક બી.એ. ચાવડાએ જણાવ્યું હતું કે આ કોરોનાની મહામારીમાં અનેક વિધ સંસ્થાઓએ ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોની ઘણી બધી મદદ કરી હતી. ત્યારે યંગ ઇન્ડિયન રાજકોટ ગ્રુપ દ્વારા ટ્રાફીક પોઇન્ટ પર ફરજ બજાવતાં પોલીસ જવાનો માટે બ્રાન્ડેડ સનગ્લાસસ આપવામાં આવ્યાં છે. તે બદલ યંગ ઇન્ડિયન ગ્રુપનો આભાર વ્યકત કરું છું. કે તેઓ એ પોલીસને આ ગરમીમાં કામ કરતી વખતે કે ડ્રાઇવ કરતી વખતે ધૂળ કે કચરો ન જાય અને રક્ષણ મળે તે માટે ચશ્મા આપ્યાં છે.