માત્ર ૧૭ વર્ષની વયે જ લોકપ્રિય બની ગયેલો સુપરહિરો દેવ જોશી તેમજ દેશના સૌથી યુવા ડાયરેકટર-લેખક અમન કોટક ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
ભવિષ્યમાં એકટર, ડિરેકટર અને પ્રોડયુસર બનવાનું લક્ષ્ય હોવાનું દેશના સૌથી લોકપ્રિય સુપરહિરો દેવ જોશી એટલે કે બાલવીરે ‘અબતક’ની શુભેચ્છે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મને બાલવીરથી બાળકોને નવો મેસેજ આપવાની તક મળી છે તેનાથી હું ખુબ ખુશ છું. તેણે પોતાની સફળતાનો શ્રેય પોતાના માતા-પિતાને આપ્યો હતો.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ બાળકોમાં ડિપ્રેશનનું વધતુ પ્રમાણ માતા-પિતા અને સ્કુલના કારણે છે. બે પેઢીઓ વચ્ચે જનરેશન ગેપના કારણે આ મુશ્કેલી સર્જાય છે અને બાળકો ખોટા રસ્તે ચાલ્વા લાગ્યા છે. બાળકોએ પોતાની લાગણી માતા-પિતા અથવા શિક્ષકો સાથે શેરીંગ કરતા શીખવી જોઈએ.
તેમણે ઉમેર્યું હતું કે, હું ત્રણ વર્ષનો હતો ત્યારથી જ એકટીંગનો શોખ હતો. મારા માતા-પિતાના ટેકાના કારણે હું અહીં સુધી પહોંચી શકયો છું, દરેક ફિલ્ડમાં ટકી રહેવા મહેનત અને નોલેજ મહત્વનું હોવાનું તેણે મત વ્યકત કર્યો હતો. ભણતર સાથે હોબી ખુબજ જ‚રી હોવાનું તેમણે ઉમેર્યું હતું. તે હાલ એકટીંગ, સ્વીમીંગ અને માર્શલ આર્ટસની ટ્રેનીંગ લઈ રહ્યો છે. પ્રખ્યાત ટીવી સીરીયલ બાલવીરમાં અભિનયના ઓજસ પાથરી બાળકો અને દર્શકોમાં બાલવીર નામથી જ લોકપ્રિય બની ગયેલા સુપર હિરો દેવ જોશીનો આછેરો પરિચય મેળવીએ તો માત્ર ૧૭ વરસની વયનો દેવ ફિલ્મ, ટીવી સીરીયલ, એડ ફિલ્મ અને મનોરંજન ક્ષેત્રે નવા નવા આયામો સર કરી લોકપ્રિયતાના ઉચ્ચ શિખરે બિરાજે છે.
ટીવી સીરીયલ બાલવીર ઉપરાંત સ્ટારની સિરીયલ લકી, હમારી દેવરાની, મહિમા શની દેવકી, કશી, દેવો કે દેવ મહાદેવ સહિતના દેવે પ્રશંસનીય કામ કર્યું છે. બાલવીરને આપણે અ ડ ફિલ્મમાં પણ જોયો છે. ટાટા સ્કાયની નેશનલ એડ, કલોર્મીન્ટ ચોકલેટ, કોમ્પ્લાન, બ્રિટાનિયા તીગેર બીસ્કૂટ, ચીંગ ચાઈનિઝ મસાલા નૂડલ્સ સહિત તેણે અનેક એડ ફિલ્મમાં કામ કર્યું છે.
હિન્દી અને ગુજરાતી શોર્ટ ફિલ્મોમાં યહાકે હમ હે સિક્ધદર, સપનોમેં આયા શ્યામ, મા, કાકા બાપાના પોરિયા વગેરે તેણે કામ કર્યું છે. દેવ જોશીએ બેવફા પરદેસી ફિલ્મમાં સરાહનીય કામ કર્યું છે. મોટા ઘરની વહુ, કાકા બાપાના પોરિયા સહિત ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેણે ભોજપુરી ફિલ્મો પણ કરી છે.
માત્ર ૨૧ વરસની વયનો યુવાન અમન કોટક સર્જનાત્મકતાથી ફાટ ફાટ થાય છે. દેશના સંભવત: સૌથી નાની વયના ફિલ્મ ડાયરેકટર તથા લેખક અમન કોટકે તેના પોતાના પ્રોડકશન હાઉસ પોપકોર્ન પ્રોડકશન દ્વારા સેવા પ્રવૃતિના વિષયોને આવરી લેતી કેટલીક શોર્ટ ફિલ્મો બનાવી છે. જેમાં ટ્રાઈબલ કેશલેસ સોસાયટી ગુજરાત સરકાર, ઈન્ડિયન આર્મી તથા આર્મ્ડ ફોર્સીસ રિફ્રુટમેન્ટ, નેશનલ યુથ વિંગ્સ ઓફ બ્રહ્માકુમારીઝ વિશ્ર્વ વિદ્યાલય વગેરે માટે અને જન આરોગ્ય માટે શોર્ટ ફિલ્મો બનાવી છે. તાજેતરમાં જ કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાએ અમનને વ્યસનમુકિત અને અન્ય જાહેર આરોગ્યના વિષયો જેવા કે કેન્સર સહિતના વિષયો ઉપર શોર્ટ ફિલ્મ બનાવવા અને દેશભરના સિનેમાઘરોમાં રીલીઝ કરવા ખાસ મંજુરી આપી છે. અમન કોટકે બનાવેલી બ્રહ્મકુમારીઝ વિશ્ર્વ વિદ્યાલય સંસ્થાની શોર્ટ ફિલ્મ ૧૫ ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં લોકાર્પણ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે અમન કોટક સૌથી નાની વયનો ફિલ્મ ડાયરેકટર જ નહીં બલકે સૌથી નાની વયનો ફિલ્મ રાઈટર એસોસિએશન ઓફ ઇન્ડિયાનો સદસ્ય બન્યો છે.
ગુજરાતી યુવાન અમન કોટકે અત્યાર સુધીમાં ત્રીસથી વધુ શોર્ટ ફિલ્મો અને ત્રણ ફુલ ફિચર ફિલ્મો લખી છે. ગુજરાત સરકાર દ્વારા ટ્રાઈબલ કેશલેસ સોસાયટી અંગે બનાવાયેલી શોર્ટ ફિલ્મ માટે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ અમન કોટકનું ખાસ એવોર્ડ આપી સન્માન કર્યું હતું.