ભારતીય દુલ્હનની જેમ જ ક્ષમા બિંદુએ બની ગઈ દુલ્હન. 24 વર્ષની વડોદરાની ક્ષમાએ પોતાની જાત સાથે જ લગ્ન કરી લીધા છે. તેની સાથે ફેરા ફરવા માટે વરરાજો આવ્યો નહોતો .આ યુવતીએ પહેલા જાહેરાત કરી હતી કે, તે 11મી તારીખે લગ્ન કરશે પરંતુ તેણે 8મી તારીખે જ લગ્ન કરી લીધા છે. ક્ષમાના વિવાદમાં સપડાયા બાદ મિત્રો સાથે રાખીને લગ્ન સમારંભ યોજ્યો હતો.
આપણે તેની તસ્વીરોમાં જોઈ શકીએ છીએ કે ક્ષમાના લગ્નની બધી જ રસમ એક સામાન્ય દુલ્હનની જેમ થઇ હતી. હલ્દી, મહેંદી અને ત્યારબાદ માથામાં સિંદુર અને ગળામાં મંગળસૂત્ર પહેરેલી દેખાઇ રહી છે.
ક્ષમાના લગ્ન સામાન્ય લગ્ન કરતા થોડા અલગ હતા જેમાં ન તો કોઇ વર હતો કે ન કોઇ પૂજારી હતો ન તો કોઇ જાનૈયાઓ હતા. ક્ષમા બિંદુએ બુધવારે પોતાના ઘરે જ 40 મિનિટની ડિજિટલ વિધિ સાથે પોતાની સાથે જ લગ્ન કરી લીધા હતા.ક્ષમાએ પોતાના લગ્ન અંગે જણાવ્યું કે, ‘અન્ય દુલ્હન કરતા મારા લગ્ન એકદમ અલગ હતા, મારે લગ્ન કરીને ઘર છોડવું પડ્યું નથી.”
બે અઠવાડિયાનો હનીમૂન પ્લાન પણ બનાવ્યો છે
ક્ષમાના લગ્નમાં કેટલાક મિત્રો અને સાથે કામ કરતા લોકો જોડાવાના છે, પરંત તેના માતા કે જેઓ આવી શકે તેમ નથી તેથી તેઓ વીડિયો કોલ દ્વારા આશીર્વાદ આપશે. હજુ આ પૂરું નથી થયું. ક્ષમા લગ્ન પછી હનીમૂન પર પણ જવાની છે. ક્ષમા બે અઠવાડિયા માટે ગોવા હનીમૂન માટે જશે અને આ છે ક્ષમાનો પોતાની જાત સાથેના લગ્નનો આખો પ્લાન!