રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ સારવાર અર્થે આવે છે અને તબીબો દ્વારા સારી સારવાર પણ આપવામાં આવી રહી છે ત્યારે હોસ્પિટલના સ્ટાફ અને કોન્ટ્રાકટરોના કારણે વગોવાતી રહે છે. પેધી ગયેલા કોન્ટ્રાકટરો અને સ્ટાફને કોઇ નિતી નિયમ લાગુ ન પડતો હોય તેવી મનસ્વી રીતે વરતી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલશ ‚મનો કોન્ટ્રાકટરોના માણસો અને હોસ્પિટલના સ્ટાફ પોતાના વાહન પાર્કીગ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. એટલું જ નહી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ અને તેમની સંભાળ લેતા તેમના સગા-સંબંધીઓને બેસવાની જગ્યાએ પણ સ્ટાફ દ્વારા વાહનો ખડકી દર્દીઓને વિના કારણે મુશ્કેલી સર્જી રહ્યા છે.
રાજકોટની સિવિલમાં દર્દીઓનો નહીં પણ વાહનોનો એક્સ-રે
Previous Articleરામકૃષ્ણ નગર માં વૃક્ષ- વીજ પોલ ધરાશાયી થતા કારનો કચ્ચરઘાણ
Next Article સરકારી કોન્ટ્રાકટરોની હડતાલથી આવાસ યોજનાના કામ બંધ