આઇફોન અને આઇપેડ માટે એપલની નેક્સ્ટ જનરેશન ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ તેના વાર્ષિક વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ (ડબ્લ્યુડબ્લ્યુડીસી 2019) માં આ જાહેરાત કરી છે. વિશિષ્ટ બાબત એ છે કે કંપનીએ તેના આઈપેડ માટે અલગ ઓપરેટિંગ સિસ્ટમની જાહેરાત કરી છે, જેનું નામ આઈપેડઓએસ છે. આ જાહેરાત દરમિયાન એવું કહેવામાં આવ્યું છે કે આઇપેડ (iPad) પર આઇઓએસ 13 ની તમામ સુવિધાઓ સાથે આઈપેડઓએસ (iPad) ની વિશેષ સુવિધાઓ પણ હશે.
પોતાના વક્તવ્યમાં જાહેરાત કરી હતી કે, એપલ iOS 13, નવું iPadOS, એપલ વૉચ માટે નવી OS 6, ટીવી માટે OS13 લોન્ચ કરશે. વર્ષની આ સૌથી મોટી ગણાતી સોફ્ટવેર ઈવેન્ટમાં એપલે Mac Proનું પણ ડેબ્યૂ કર્યું હતું.
એપલે iOS 13 લોન્ચ કર્યું છે. આ વખતે તેમાં ડાર્ક મોડ, નવી સિરી વૉઈસ અને કેમેરા અને કૅમેરા ટૂલની સુવિધા ઉમેરવામાં આવી છે. ડાર્ક મોડમાં યુઝર્શને કાળો અને ગ્રે કલર્સને સ્વીચ કરી શકશે. જે યુઝર્શની આંખો માટે ખૂબ આરામદાયક હશે.
આ નવું આઈઓએસ અત્યારસુધીની સૌથી જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ છે જેમાં બે ગણી ઝડપથી એપ કામ કરે છે. સાથે જ ફેસ આઈડીથી ફોન અનલોક કરવું 30 ટકા ઝડપી બની જશે. આઈઓએસમાં પહેલાની સરખામણીએ નવી સિસ્ટમમાં ડાઉનલોડ્સ 50 ટકા અને અપડેટ્સ 60 ટકા ઓછા હશે.