દિલ્હીથી વુહાન જનારા ૨૭૭ યાત્રિકોમાંથી ૧૯ યાત્રિકોને લાગ્યો કોરોના ચેપ
વૈશ્ર્વિક મહામારી કોરોના વિશ્ર્વને ધમરોળી રહ્યું ત્યારે ફરી વુહાનમાં કોરોના ધગધગીયુ હોય તેવું ફરી ચિત્ર સામે આવ્યું છે. વંદે ભારત મિશ્રન અતર્ગત દિલ્હીથી વુહાન જનારા યાત્રિકોને હવામાં જ કોરોના ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. ૨૭૭ યાત્રિકો દિલ્હીથી વુહાન ગયા હતા. તેમાંથી ૪૦ યાત્રિકોને કોવિડ એન્ટીબોડી જોવા મળ્યું છે. તો ૧૯ જેટલા યાત્રિકોને કોરોના પોઝિટીવ આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. વુહાન ખાતે એરઇન્ડિયાને ફાઇટને ૧૪ દિવસ માટે સ્પેન્ડ કરવામાં આવ્યું છે.
એરઇન્ડિયાના સંપર્ક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જે યાત્રિકો વુહાન જવા માટે ઓનબોર્ડ થયા હતા, ત્યારે દિલ્હી ખાતે તેમનો રિર્પોટ નેગેટિવ આવ્યો હતો, પરતુ વુહાન પહોચતાની સાથે ૧૯ યાત્રિકોનો રિર્પોટ પોઝિટીવ આવતા ચિંતા વ્યપી હતી. પંડેમીક દરમિયાન એરઇન્ડિયાએ ચાઇના જવા માટેની ૬ ફલાઇટ જ ઉડાળી હતી. તેમાં પ્રથમ બે ફલાઇટ ૩૧ જાન્યુઆરીએ ઉડાળી હોવાનું સામે આવ્યુ હતું જયારે ૧ ફેબુઆરીના રોજ એરઇન્ડિયાની ફલાઇટ વુહાનથી પરત ઇન્ડિયા ફરી હતી.
બેઝિગ ખાતે સ્તથ ભારતના રાજદૂતે માહિતી આપતા જણાવ્યુ હતું કે વંદે ભારત મિશ્રન અતર્ગત એરઇન્ડિયા વુહાનથી દિલ્હી આવવા માટે નવેમ્બર ૧૩, ૨૦, ૨૭ અને ૪ ડિસેમ્બરના રોજ દિલ્હી પરત ફરશે. ૩૦ ઓકટોબરના રોજ જે ફલાઇટ દિલ્હીથી વુહાન ખાતે ઉડાન ભરી હતી તેમાં ૨૭૭ જેટલા ભારતીય યાત્રિકો હતા જેમાં થી ૧૫૭ જેટલા યાત્રિકો રીર્ટન ટ્રીપમાં જોડાયા હતા ત્યારે હાલ જે ૧૯ જેટલા યાત્રિકોનો રીપોર્ટ પોઝિટીવ આવતા તેઓને હાલ તબીબી સારવાર આપવામાં આવી રહી છે. એરઇન્ડિયા સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જરૂરીયાત પ્રમાણના તમામ પ્રોટોકોલનુ પાલન કરવામાં આવી રહ્યુ છે. હાલ તંત્રમાં એ સોક વ્પયો છે કે યાત્રિકોને પોઝિટીવ કેવી રીતે આવ્યો, હાલની સ્થતીને અનુસરતા વુહાન આજે પણ કોરોનાથી ધગધગી રહ્યુ છે.