મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ દ્વારા ચોથી સપ્ટેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં હલ્લા બોલ રેલીનું આયોજન
મહારાષ્ટ્ર સરકારના પૂર્વમંત્રી યશોમતિ ઠાકુર એ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની જનતાને મોંઘવારી અને બેરોજગારીથી મુક્ત ભવિષ્યનું સપનું દેખાડ્યું હતું. આનાથી વિપરિત આજે તેમણે લોકોને રેકોર્ડ બ્રેકિંગ ભાવવધારો અને 45 વર્ષોમાં સૌથી વધુ બેરોજગારીની ભયાવહ સ્થિતિમાં નાખી દીધા છે.
છેલ્લા આઠ વર્ષમાં મોદી સરકારનો રેકોર્ડ આ વાસ્તવિકતાને ઉજાગર કરે છે, 2014 માં સત્તામાં આવ્યા પછી વડા પ્રધાન મોદી માત્ર મોંઘવારીને નિયંત્રણમાં લાવવામાં તો નિષ્ફળ રહ્યા જ છે, પણ આ ઉપરાંત તેમની ખોટી નીતિઓ અને છેતરપિંડીએ ખરેખર લોકોની તકલીફોમાં અનેક ગણો વધારો કર્યો છે.વડા પ્રધાને 2019માં મતદારોને વચન આપ્યું હતું કે, ખાદ્યાન્ન, દહીં, લસ્સી અને છાસ જેવી આવશ્યક વસ્તુઓને જીએસટીના વર્તુળની બહાર રાખવામાં આવી છે, પણ 2022માં તેમણે આ વસ્તુઓ પર પણ જીએસટી લગાડ્યો.
તેમણે 2019ની ચૂંટણીઓમાં લોકોના મત લેવા માટે ઉજ્જવલા યોજનાનો જોરદાર પ્રચાર કર્યો, પણ ચૂંટણી પુરા થતાંજ તેમણે સંવેદનહીનતા દેખાડતા ગેસ પર અપાતી સબસિડી દૂર કરી નાખી. રાંધણ ગેસના ભાવમાં બમણાથી વધુનો વધારો કરી ને તેને સીલિન્ડર દીઠ 1,053-1200 રૂપિયા સુધી પહોંચાડી દીધો અને કરોડો વપરાશકર્તાઓ આજે પોતાના ખાલી સીલિન્ડરને રિફિલ કરાવવી શકે એવી સ્થિતિમાં નથી. આ એ બધી જ બાબતોમાંથી એવા માત્ર બે ઉદાહરણો છે જ્યાં વડા પ્રધાને ભારતના લોકોના મતો મેળવ્યા પછી તેમની સાથે દગો કર્યો છે અને પોતાની ડૂબી મરોની વિચારધારાને અનુસરતાં તેમણે લોકોની પીઠમાં ખંજર ખોસ્યું છે.
જનતા સાથે છેતરપીંડી – વિશ્વાસઘાત કર્યો છે.આજની પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર, અખિલ ભારતીય મહિલા મંત્રી સુશી શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ ગીતાબેન પટેલ, મીડીયા કોર્ડીનેટર હેમાંગ રાવલ, સોશીયલ મીડીયાના ચેરમેન કેયુર શાહ, મીડીયા પેનાલીસ્ટ પાર્થિવરાજસિંહ કઠવાડીયા ઉપસ્થિત રહ્યાં હતાં.