ફરિયાદ વિભાગ ૨૪ કલાક ચાલુ રાખવા ભાજપ મહામંત્રી તથા ચેમ્બર પ્રમુખની માંગ
રાજુલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનિયમિત વિજ પુરવઠા બાબત જીલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ તથા ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ બકુલભાઈ વોરા દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆતો કરાતા પીજીવીસીએલનાં એકઝીકયુટીવ એન્જીનીયર નિનામા તથા જાની દ્વારા ઉપરોકત ફરિયાદ અન્વયે રૂબરૂ મુલાકાત કરી હતી જેમાં રવુભાઈ તથા બકુલભાઈ વોરા દ્વારા શહેરમાં અનિયમિત વિજ પુરવઠા બાબત સ્ટાફ વધારવા, શહેરની વસ્તીને ધ્યાને લઈ ફીડરો વધારવા, જુના ટીસી બદલવા, કેબલ વાયરીંગ કરવા તથા ફરિયાદ વિભાગ ૨૪ કલાક ચાલુ રાખી ફરિયાદોનાં ઝડપી નિકાલની માંગણી કરવામાં આવી હતી. ઉપરોકત રજુઆતો સાંભળી અધિકારીઓ દ્વારા સત્વરે યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી છે.