માણાવદર શહેરમાં નવાબી કાળમાં લોકોને પાણી ની સુવિધા પૂરેપૂરી મળી શકે તે માટે નવાબ ગુલામ મોઇનુદીન બાબીએ રસાલા ડેમ તથા અસલમ ડેમ નું નિર્માણ સને ૧૯૩૮ ની સાલમાં કર્યું હતુ આ બન્ને ડેમો વર્તમાન સમયમાં દેખરેખ ને અભાવે મૃતપ્રાય જેવી સ્થિતિ ના બની ગયા છે તેમા કાંપ ભરાઈ જવાને કારણે જળસપાટી ઉપર આવી ગઇ છે.
માણાવદર નગરપાલિકા ના પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમા તથા ઉપ પ્રમુખ જયેશભાઇ વાછાણી એ ડેમનું જાતે નિરીક્ષણ કરીને તેની સપાટી ઊંડી લેવાના આયોજન સાથે આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , સિંચાઈ મંત્રી પરબતભાઇ પટેલ , તથા ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા વગેરે ને આ અંગે નુ જાણ કરતુ આવેદનપત્ર આપી જણાવ્યું છે કે માણાવદર માં કાયમી નદી કે વિશાળ ડેમ આવેલ ન હોય માત્ર સરકાર ના પાણી પુરવઠા યોજના હેઠળ જ આ શહેર અવલંબિત છે તેથી શહેરમાં આવેલ રસાલા ડેમ ને જો ઊંડો ઊતારવામાં આવેતો આ શહેર માં ઊભી થતી પાણીની સમસ્યા મહદ્દઅંશે નિવારી શકાય તેમ છે અને શહેરીજનોની સુખાકારી વધારી શકાય છે જેથી આ રસાલા ડેમ ને ઊંડો ઊતારવા માટે સરકારશ્રી કક્ષાએ થતાં જરૂરી આયોજન કરવા આ ડેમ ઉંડો થાય તો તેમા સંગ્રહીત પાણીનો લાભ માણાવદર તથા આસપાસના ખેતરો તથા આસપાસ ના ગામોના લોકોને લાભ મળી શકે હાલ આ ડેમમાં પાણી સુકાઇ ગયું છે ત્યારે તેને ચોમાસા પહેલા જો ઊંડો કરવામાં આવે તો ચોમાસા નું પાણી સંગ્રહીત થઇ શકે તેમ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com