લખતર પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનામાં નાસતા ફરતા આરોપી મનસુખભાઈ ગોકળભાઈ મા‚ને સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીની સુચનાના આધારે બી.એમ.વસાવાના માર્ગદર્શન હેઠળ તથા સર્કલ પો.ઈન્સ. ડી.બી.રાણાની સુચના આધારે, મજકુર આરોપીની કોલ ડીટેઈલ તથા અંગત બાતમીદારોથી હકિકત મેળવી ઉંડાણપૂર્વક તપાસ કરી તાત્કાલિક આરોપીને શોધી કાઢવા સુચના કરતા પોલીસ સબ ઈન્સ. એન.એલ.સાંખટ તથા લખતર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.સબ.ઈન્સ. એન.એલ.સાંખટએ મોબાઈલ કોલ ડીટેઈલ તથા અંગત બાતમીદારો પાસેથી ખાનગી હકિકત મેળવી આ કામના આરોપી મનસુખભાઈ ગોકળભાઈ મા‚ જાતે ભરવાડ (ઉ.વ.૨૯), રહે.લખતર લક્ષ્મીપરા, તા લખતરવાળાને લખતર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
Trending
- કેશોદ : ઇસરા ગામે ધૂણેશ્વરદાદાના સાનિધ્યમાં ધુળેટીનો ભવ્ય મેળો !!
- ફ્લડલાઇટિંગ શું છે???
- દહીં ખાવાનો યોગ્ય સમય કયો છે?
- નારંગી રંગનું આ ફૂલ ઔષધીય ગુણધર્મોથી ભરપૂર!
- હોળીના તહેવાર દરમિયાન બનતી પ્રખ્યાત વાનગીઓ
- સુરત : ભાવનગરની પરિણીત મહિલા પર સામુહિક દુ*ષ્કર્મ કરનારા ઝડપાયા
- ડાકોરની હવાઓમાં ભળ્યો ભક્તિનો રંગ
- જો તમે હોળી દરમિયાન ઠંડાઈનું સેવન કરો છો તો…