શખ્સોની પૂછપરછનો ધમધમાટ શરૂ
લખતર રાજવી પરિવારના રાજમહેલ નજીક રણછોડરાયજીની ૪૦૦ વર્ષપ્રાચીન રાધાકૃષ્ણની પંચધાતુની મૂર્તિની સાથે રઘુનાજી, જમુનાજી, ઠાકોરજી સહિતની મૂર્તિ, સોના ચાંદીના વાસણો મળી કુલ ૩૧ વસ્તુકિંમત રૂપિયા ૪૦ લાખના મુદ્દામાલની ચોરીનો બનાવ બન્યો હતો.
આ ઘટનાની રાજવી પરિવારના હરપાલસિંહ ઉર્ફે હેપીદાદા ગજેન્દ્રસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં હવેલીના મુખ્ય દરવાજાનું તાળુ તોડી પેટીમાંથી ચાવી લઇને બાકીના દરવાજા ખોલીને કોઇ જાણભેદુએ ચોરી કરી હોવાના અનુમાન સાથે સનિક પોલીસે તપાસ શરૂ કરી હતી.
તંત્ર દ્વારા જુદી જુદી ટીમો બનાવની ૧૧ દિવસ સુધી સતત અલગ અલગ દિશાઓમાં ચોરીના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પરિણામે તા. ૨૧ ઓકટોબરની મોડી સાંજે આ ચોરીમાં કેટલાક શેડલાના શખ્સો પકડાયા હોવાની વિગતો પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી હતી. આ અંગે ડીવાયએસપી એ.બી.વાળંદે જણાવ્યુ કે, હાલ શકના આધારે અમુક શખ્સોની અટકાયત કરાઇ છે.