કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં એકેડેમીક સેશન ચાલુ છે. ગુજરાતી તખ્તાના નામાંકિત કલાકારો રોજ લાઈવ આવીને યુવા કલાકારો માટે પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. દેશ વિદેશના ખૂણે-ખૂણેથી કલારસીકો લાઈવ જોડાઈને રંગમૂમિ ક્ષેત્રનું વિશિષ્ટ રીટન મેળવી રહ્યા છે.
કોકોનટ થિયેટર ના ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં ગઈકાલે વિશ્વ આખામાં જાણીતા કવિ, લેખક, એન્કર અને કલાકાર ડો. રઈશ મણીયાર પધાર્યા. રઇશ ભાઈ એ ’ફિક્શન રાઇટિંગ ફ્રોમ પેઈજ ટૂ ફ્રોમ સ્ટેજ’ એ વિષય પર વાત કરતાં જણાવ્યું કે જેમ પત્તાની રમતમાં દો, તીન,પાંચ આવે તેમ મેં દો, તીન, પાંચ..નાટકો લખ્યા છે. એટલે કે કુલ અઢાર નાટકો લખ્યા છે. અઢાર વર્ષની ઉંમરથી લેખન શરૂ કર્યું. નવલકથા, નવલિકાઓ લખ્યા. અલગ અલગ તબક્કે નવા અનુભવો થતા ગયા અને હું શીખતો ગયો. વિષય પર પર વાત કરતા જણાવ્યું કે હું ક્યારેક પેઈજ માટે લખું છું, ક્યારેક સ્ટેજ માટે લખું છું. સ્ટેજ માટે લખતા હોઇય ત્યારે દિગ્દર્શક સાથે ક્રિએટિવિટી શેર કરવાનો લ્હાવો મળે છે. મારી દ્રષ્ટિએ નાટક લેખન એક એવો ઓરડો છે જેમાં સામસામે બે દરવાજા છે.
કોકોનટ થિયેટર પ્રસ્તૃત ચાય-વાય અને રંગમંચ શ્રેણી
‘અબતક’ના સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે માણો લાઈવ પ્રસારણ
એક દરવાજે લેખક કથાવસ્તુ કે પોતાની ક્રિએટિવિટી લઈને આવે છે અને બીજા દરવાજાના છેડે દિગ્દર્શક ઉભો છે, એ લેખક જે સામગ્રી લાવ્યા છે એમાંથી સ્ટેજ પર શું ભજવાય એ નક્કી કરીને આખી વસ્તુને નાટ્યકૃતિ તરીકે માવજત આપે છે, તે ઉપરાંત લેખકે લખેલા નાટકને એક્ટરની ક્રિએટીવિટીનો લાભ મળે છે, અદાકાર પાત્રને નવી જ આભાર આપે છે, લેખક તરીકે હું રિહર્સલમાં જાઉં ત્યારે મારું લખાણ કલાકારો કેવી રીતે બોલે છે, એમાં એ લોકોને ક્યાંય પણ કંઈક કચાશ લાગતી હોય તો હું તરત જ સુધારી આપું છું. એમને સરળતા પડે એમ લખી આપું છું. અને મારી ફરજ પૂરી કરું છું. એ સિવાય દિગ્દર્શક, કલાકાર કે બીજા કોઈ પણ પાસા માં હું માથું મારતો નથી. નવલકથા કરતા નાટક લખવું અઘરું છે લેખક તરીકે નાટકના કોઈ બંધનો મને નથી ઉપરાંત એ બધા જ બંધન પડકારરૂપ લાગે છે.
રઈશ ભાઈએ ખાસ વાત એ કરી કે લેખકનું નાટક પ્રેક્ષકને ગમવું જોઈએ. પ્રથમ અંકમાં એ બટાટા વડા માટે રોકાય અને બીજો અંક નાટકની વાર્તા જોવા રોકાય એવું નાટક હોવું જોઈએ.
ગોરી ક્ધયાના પ્રેમમાં પડવાની ઉંમરે કાળા અક્ષરના પ્રેમમાં પડેલા ડોક્ટર રઈશ મનીઆરે આજે હસતા હસાવતા પોતાની યાત્રા વિશે જાણીએ સારી-નરસી અને રમુજી વાતો કરી જે આવનાર યુવાપેઢીના લેખક, કલાકાર, દિગ્દર્શક અને રંગમંચ સાથે જોડાયેલા દરેકે દરેક વ્યક્તિએ સાંભળવા અને માણવા જેવી છે. જેમાંથી ખરેખર કંઈક સારું શીખવા અને જાણવા મળશે. ઘણી અમુલ્ય વાતો વિસ્તારથી સાભળવા અને સમજવા એને આપ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ પર જોઈ શકશો.
જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ.ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં
ભીમ વાકાની, જયશ્રી પરીખ. ઉત્કર્ષ મઝુમદાર જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો. જોડાવા માટે કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો કરી આપ આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણી શકો છો સાથોસાથ જાણીતા કલાકારોને લાઈવ જોઈ શકશો.
આજે જાણીતા કલાકાર ભરત યાજ્ઞિક
આકાશવાણી રાજકોટમાં એનાઉન્સર તરીકે વર્ષો સુધી તેમના અવાજે શ્રોતાઓને ખુશ કર્યા તેવા જાણીતા દિગ્દર્શક અને કલાકાર ભરત યાજ્ઞિક આજે સાંજે 6 વાગે કોકોનટ થિયેટણની ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાાં લાઈવ આવીને ‘મારી રંગયાત્રા’ વિષય સાથે પોતાના વિચારો અને અનુભવો શેર કરશે. તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર સાથે હનુમંત એવોર્ડ પણ મળ્યો હતો. તેમને ઘણા નાટકોમાં અભિનય અને દિગ્દર્શન પણ કરેલ છે. તેમનું નાટક ‘પહાડનું બાળક’ સમગ્ર દેશમાં ખૂબજ વખાણાયું હતુ. સુંદર સ્વરના માલિક ભરત યાજ્ઞીકના રેડિયો કાર્યક્રમ ‘કભી-કભી’ શ્રોતાઓને બહુ જ પસંદ પડેલો હતો. રંગભૂમીનો વિશાળ અનુભવ ધરાવતા ભરત યાજ્ઞીક છેલ્લા સાડા ચાર દાયકાથી ગુજરાતી તખ્તા સાથે જોડાયેલા છે. આજની એકેડેમીક શ્રેણીમાં તેમની વાતો અનુભવો ઉગતા કલાકારોને ઘણું ઉપયોગી થશે.