લખતરમાં રહેતા પરિવારની પુત્રીને પતિ સાથે મનમેળ ન આવતા પિતૃગૃહે પરત આવી હતી. ત્યારે ચાર સંતાનોના પિતા મનસુખભાઇ ભરવાડ લગ્નની લાલચ આપી પરિણીતાને ભગાડીને લઇ ગયો હતો. જેમાં જેલમાં રહેલા આરોપીએ જામીન પર મુકત થવા બીજીવાર કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે.લખતરમાં રહેતા પરિવારની
પુત્રીને પતિ સાથે અણબનાવથતા માવતરે આવી હતી. ત્યારે આગળની શેરીમાં રહેતા ચાર સંતાનોના પિતા મનસુખભાઇ ગોકળભાઇ ભરવાડ સાથે પરિણીતાની આંખ મળી ગઇ હતી. આ દરમિયાન તા. ૨૬-૫-૧૮ના રોજ પતિ સાથે સમાધાન થયુ હોવાથી તેડવા આવે છે તેમ કહેતા મનસુખભાઇએ તારે પતિ સાથે જવાનુ નથી હું તારી સાથે લગ્ન કરીશ તેમ કહી ભગાડીને લઇ ગયો હતો. ત્યારબાદ મોરબી, ધ્રોલ સહિતના શહેરોમાં ફરી પરિણીતા સાથ મનસુખભાઇએ દુષ્કર્મ આચર્યુહતુ.
આ અંગે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે મનસુખભાઇને ઝડપી લીધો હતો. દરમિયાન ફરીવાર દાખલ કરાયેલી જામીન અરજીની સુનાવણી ચાલી જતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરતા જણાવ્યુ કે, આરોપીને જામીન પર મુકત કરાય તો આવા ગુના કરવાવાળાને પ્રોત્સાહન મળે તેમ છે. આથી સુરેન્દ્રનગર એડિશનલ સેશન્સ જજ એચ.બી.પાનેરીએ અરજદાર મનસુખભાઇ ભરવાડની જામીન અરજી નામંજૂર કરી છે.