કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં ચાલી રહેલી એકેડેમીક સેશનમાં વિવિધ ગુજરાતી તખ્તાના કલાકારો લાઈવ આવીને વિવિધ ચર્ચા-અનુભવો શેર કરી રહ્યા છે. આ શ્રેણી દરેક યુવા કલાકારે શીખવા માટેખાસ જોવા જેવી છે.
કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી
‘અબતક’ સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું જીવંત પ્રસારણ માણો
ગઇકાલે સોનલ કુલકર્ણી વૈદ્ય વ્યવસાએ અંગ્રેજીના પ્રોફેસર અને કલાકાર સોનલ બેન એકેડેમીક સેશનમાં લાઈવ આવીને જણાવ્યું કેે અંગ્રેજી અને અભિનય આ બંને મારા માટે એકબીજાના પૂરક છે જેના થકી ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ પહોંચી શકી છું મારા નાટકો સ્ટેજ કરતાં વધારે કાગળ પર આવશે કેમકે દરેક નાટકના રિસર્ચ કરવા મને ગમે છે આજના વિષય —- ઉપર થિસીસ લખ્યા છે પ્રસિદ્ધ જ્યોતિ વૈદ્ય ની દીકરી સોનલ વૈધ કુલકર્ણીએ પપ્પાને યાદ કરતાં જણાવ્યું કે પપ્પા કહેતા કે લેખક, દિગ્દર્શક, એક્ટર અને ઓડિયન્સ આ ચાર પરિબળો છે.
રોકેટ લોન્ચર જેવા. લેખક ફ્યુલ ટેન્ક જેવી એક આખી સ્ક્રિપ્ટ લખીને દિગ્દર્શકને આપે, દિગ્દર્શક એને મઠારે.. એને લાઇટ્સ, મેકઅપ, કોસ્ચ્યુમથી આગળ વધારે..પડદો ખુલે ત્યારે કલાકાર ઓડિયન્સ સામસામે થાય અને ફાઇનલ નાટક સામે આવે છે. લેખક, દિગ્દર્શક એ રંગમચ ના મુખ્ય બે પાયા છે. જે ક્રમશ પોતાનું કાર્ય પૂરું કરે છે અને છેલ્લે રહે છે માત્ર કલાકાર અને ઓડિયન્સ. સોનલબેને જેના પર રિસર્ચ કર્યું છે એવા ચાર નાટકોની વાત કરી..જેમાં મેકબેથ, નાગમંડળ, એક હતી જસમાં ઓડણ, અને મેં ગાડેવીનો ગાળો. આ સિવાય ચ.ચી મહેતાનું આગગાડી નાટકની વાત કરી. સાથે બીજા અંગ્રેજી નાટકમાં ભારતે પોતાની સંસ્કૃતિ ખોઈ નથી એ વિષયનો સંદેશ આપ્યો.
સોનલબેને આજના આ સેશનમાં પોતાનાં દરેક નાટકોની વિડિયો કલીપ સાથે સવિસ્તર માહિતી આપી, ક્યા નાટક વખતે કઈ કઈ સમસ્યાઓ આવી અથવાતો એ નાટકમાં કયા નવતર પ્રયોગ કર્યા એની જાણકારી આપી. એમના નાગમંડળ અને મેકબેથ ક્યારેય ન ભુલાય એવા નાટકો છે જેને સ્ટેજ પર લાવવા એ ચેલેન્જ કહેવાય. આવા નોખા વિષયનાં નાટકોની માહિતી રંગમચ ના દરેક કસબીએ મેળવવી જ જોઈએ. સોનલબેનનું આ લાઈવ સેશન દરેકે અચૂક જોવું જોઈએ. જે કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર ઉપલબ્ધ છે.
જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. તો આજે જ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો કરીે આપના મનગમતા કલાકારને માણી શકશો.
રવિવારે જાણીતી અભિનેત્રી ભાવિની જાની
ગુજરાતી રંગભૂમી સાથે વર્ષોથી જોડાયેલ જાણિતા અભિનેત્રી ભાવિની જાનીએ ઘણા નાટકોમાં તેમના અભિનયના ઓજસ પાર્થયા છે.તેમને ટ્રાન્સમિડિયા એવોર્ડ પણ મળેલ છે. રવિવારે સાંજે 6 વાગે તેઓ ‘કોકોનટ’ થિયેટરના એકેડેમીક સેશનમાં એકશન રિએકશન વિષય પર પોતાના અનુભવો શેર કરશે. રંગભૂમિની દૂનિયામાં ભાવિની જાની તેના અભિનય ક્ષમતા સંવાદો માટે ખૂબજ જાણીતા છે.
આજે જાણીતા દિગ્દર્શક ડો. પ્રમોદ ચવ્હાણ લાઈવ આવશે
ન્યુ દિલ્હી સંગીત નાટક અકાદમી દ્વારા થિયેટર ડિરેકશન માટે બીસમીલ્લાહ એવોર્ડથી જેમનું સન્માન થયેલું હતુ તે જાણીતા દિગ્દર્શક ડો. પ્રમોદ ચવ્હાણ કોકોનટ થિયેટરની એકેડેમીક સેશનમાં સાંજે 6 વાગે લાઈવ આવીને ટ્રેડીશનલ રંગમંચની દૂનિયાની વાતો અનુભવો શેર કરશે. તેઓ સંસ્કૃત અને ભારતીય પરંપરાગત થિયેટરના વિશેષજ્ઞ સાથે એમ.એસ. યુનિવર્સિટીના નાટ્ય વિભાગના પ્રાધ્યાપક તરીકે પણ વર્ષો સુધી કાર્યરત હતા. ડો. પ્રમોદભાઈના માર્ગદર્શન તળે યોજાયેલ વિવિધ નાટકોમાં ઘણા નાટ્ય કલાકારો તૈયાર થયા હતા.