કુસ્તીબાજ વિનેશ ફોગાટે મંગળવારે પોતાનો ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ સરકારને પરત આપવાની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું કે હું મારા મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરી રહી છું. મને આ સ્થિતિમાં લાવવા બદલ શકિતશાળીનો ખૂબ ખૂબ આભાર. વિનેશ ફોગાટે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેણે માઇક્રો બ્લોગિંગ સાઇટ એક્સ પર પણ આ પત્ર શેર કર્યો છે.
દરેક રમત ગમત એસોસિએશનના વડા કોઈ રાજકારણી નહિ પરંતુ ખેલાડી હોવા જોઈએ
વિનેશ ફોગાટે પત્રમાં લખ્યું છે કે સાક્ષી મલિકે કુસ્તી છોડી દીધી છે અને બજરંગ પુનિયાએ પોતાનો પદ્મશ્રી પરત કરી દીધો છે. દેશ માટે ઓલિમ્પિક મેડલ જીતનારા ખેલાડીઓને આ બધું કરવા માટે કેમ મજબૂર કરવામાં આવ્યા, આ બધું આખા દેશને ખબર છે અને જો તમે દેશના વડા છો તો આ મામલો તમારા સુધી પણ પહોંચ્યો હશે. વડાપ્રધાન, હું તમારા ઘરની પુત્રી વિનેશ ફોગાટ છું અને છેલ્લા એક વર્ષથી જે સ્થિતિમાં છું તે તમને જણાવવા પત્ર લખી રહી છું.
છેલ્લા 11 મહિનાથી વિવાદોમાં ઘેરાયેલું છે. બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહે ડબલ્યુએફઆઇ ચૂંટણી જીત્યા બાદ અને ’દબદબા થા, દબદબા રહેગા’ કહેતા પોસ્ટરો લગાવ્યા બાદ સાક્ષી મલિકે કુસ્તી છોડવાની જાહેરાત કરી હતી. આ પછી તેણે યુપીના ગોંડામાં યોજાનારી ટૂર્નામેન્ટને લઈને પ્રશ્નો ઉઠાવ્યા. બજરંગ પુનિયાએ પણ પોતાનો પદ્મશ્રી એવોર્ડ નવી દિલ્હીમાં પીએમના નિવાસની બહાર રાખ્યો હતો. દરમિયાન, સાક્ષી મલિકના સમર્થનમાં બહાર આવતા, વીરેન્દ્ર સિંહ, જેને ગુંગા પહેલવાન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. આ પછી 24 ડિસેમ્બરે રમત મંત્રાલયે રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું હતું.
સરકારે કુસ્તી ફેડરેશન કમિટીને સસ્પેન્ડ કરી દીધી છે છતાં પણ કુસ્તી બાજુ તેમને મળેલા એવોર્ડ સરકારને પરત આપી રહ્યા છે જેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે માત્ર કુસ્તીમાં જ નહીં પરંતુ હવે દરેક રમત ગમત ક્ષેત્રે રાજકારણ ઘુસી આવ્યું છે અને જે તે રમતગમતના વડા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે તે વ્યક્તિને એ રમત અંગે કોઈ અંત દેશો પણ હોતો નથી. હાલ કુસ્તીમાં જે સ્થિતિ ઉદ્ભવિત થઈ છે તે અન્ય રમતોમાં પણ ઉદભવિત થાય તો નવાઈ નહીં. માનવું છે કે તેમના એરસોસીએશન અને ફેડરેશનના વડા અથવા તો પ્રમુખ એ જ હોય કે જે એ ખેલ સાથે જોડાયેલા હોય જેથી તેઓ જે તે ખેલ અંગેની મહત્વતા અને તેની વ્યથા પણ સમજી શકે નહીં કે કોઈ રાજકારણીઓ.
વિનસ ફોગટે જણાવ્યું હતું કે દેશ માટે મેડલ જીત્યા ત્યારે આખો દેશ અમારા પર ગર્વ કરતો હતો. હવે જ્યારે અમે અમારા ન્યાય માટે અવાજ ઉઠાવ્યો ત્યારે અમને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યા છે. ફોગાટે સવાલ કર્યો હતો કે વડાપ્રધાન મોદી હું તમને પૂછવા માંગુ છું કે શું અમે દેશદ્રોહી છીએ? દરેક સ્ત્રી જીવનને સન્માન સાથે જીવવા માંગે છે. આ કારણોસર હું તમને મારો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરવા માંગુ છું.