સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે: મીરાણી, ડવ, પીપળીયા, વાળા
શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળાએ જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સિઘ્ધિઓથી ભરપુર ૪ વર્ષ પૂર્ણ થયા હોય ઉજવણીના ભાગરૂપે પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું હોય તે અંતર્ગત શહેર યુવા ભાજપ દ્વારા કાલે સવારે ૧૦ વાગ્યાથી શહેરમાં વિવિધ સ્થળોએ આવેલ મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે. તેમજ પ્રતિમાની આસપાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.
જેમાં વોર્ડ નં.૧માં રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમા, સ્ટેપ ગાર્ડન, રેસકોર્સ ખાતે શીવાજી મહારાજની પ્રતિમા, વોર્ડ નં.૨માં ઈન્ડોર સ્ટેડીયમ ખાતે વીર સાવરકરની પ્રતિમા, બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, શારદાબાગ ખાતે મહર્મિ વાલ્મીકી ઋષીની પ્રતિમા, એરપોર્ટ રોડ ખાતે રાજીવ ગાંધીની પ્રતિમા, જયુબેલી બાગ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા, સીવીલ હોસ્પિટલ ચોક ખાતે ડો.ભીમરાવ આંબેડકરજીની પ્રતિમા, વોર્ડ નં.૩ જયુબેલી બાગ ખાતે મહાત્મા જયોતીરાવ ફુલેની પ્રતિમા, વોર્ડ નં.૪માં પારેવડી ચોક ખાતે સુભાષચંદ્ર બોઝની પ્રતિમા, વોર્ડ નં.૫/૬માં માર્કેટીંગ યાર્ડ સામે ગાર્ડન ખાતે શ્યામજી કૃષ્ણવર્માની પ્રતિમા, વોર્ડ નં.૭માં રામકૃષ્ણનગર રોડ ગાર્ડન ખાતે નરસિંહ મહેતાની પ્રતિમા, ત્રિકોણબાગ ખાતે ઉચ્છરંગરાય ઢેબરની પ્રતિમા, કોર્પોરેશન કચેરી ખાતે જવાહરલાલ નહેરૂની પ્રતિમા, ડો.યાજ્ઞિક રોડ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા, વોર્ડ નં.૮માં મહિલા કોલેજ ચોક ખાતે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા, કોટેચા ચોક ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા, વોર્ડ નં.૯ યુનિવર્સિટી રોડ ખાતે શહીદ વીર ભગતસિંહજીની પ્રતિમા, વોર્ડ નં.૧૦માં બીશપ હાઉસ પાસે ચંદ્રશેખર આઝાદની પ્રતિમા, ઈન્દીરા ચોક ખાતે યુની.રોડ ખાતે ઈન્દીરા ગાંધીજીની પ્રતિમા, વોર્ડ નં.૧૧/૧૩માં બ્રહ્મકુંજ સોસાયટી પાસે ક્રાંતિવીર મંગલ પાંડેની પ્રતિમા, વોર્ડ નં.૧૨માં અમરનાથ મહાદેવ પાસે લાલબહાદુર શાસ્ત્રીજીની પ્રતિમા, વોર્ડ નં.૧૪/૧૬માં સોરઠીયાવાડી ચોક પાસે મહારાણા પ્રતાપની પ્રતિમા, વોર્ડ નં.૧૫ આજીડેમ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમા, વોર્ડ નં.૧૭/૧૮ની શેઠ હાઈસ્કૂલ સામે રવિશંકર મહારાજની પ્રતિમાની આસપાસ સ્વચ્છતા અભિયાન તેમજ તમામ પ્રતિમાઓને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે.
જેમા આ કાર્યક્રમમાં સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટર સહિતના ભાજપ અગ્રણીઓ તેમજ યુવા મોરચાના તમામ વોર્ડના કાર્યકરો જોડાશે. તો આ કાર્યક્રમમાં યુવા મોરચાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવા શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળાએ જાહેર અનુરોધ કર્યો છે.