હોળાષ્ટક પહેલા ર૮, પછી ૪૯ જેટલા લગ્નના મુહર્તો
ઉત્તરાયણ પર્વ બાદ તુરત જ કમુર્હુતા પુરાં થતાં હોય છે અને લગ્ન, સગાઇ જેવા શુભ કાર્યોની શ‚આત થતી હોય છે. આ વર્ષે પણ કમુર્હુર્તા પુર્ણ થતાંની સાથે જ લગ્નસરાની સીઝન પુરબહારના ખીલશે. કમુહર્તા પહેલા અને દિવાળી પછી લગ્નના માત્ર ૩ મુહર્તો જ હતા ત્યારે હવે લગ્નના ઘણા મુહર્ત હોય લોકો આ સમયગાળામાં લગ્નપ્રસંગ યોજવાનું વધુ પસંદ કરતાં આ વર્ષે લગ્નગાળો જામશે.
હોળાષ્ટક પહેલા ર૮ જેટલા અઢળક શુભમુહર્તો છે. આ વર્ષે હોળાષ્ટકનો પ્રારંભ તા. ૧૩/૩/૨૦૧૯ ના રોજ રાત્રે થશે. જે તા. ૨૦/૩/૨૦૧૯ સુધી રહેશે. તેમજ મીનારક કમુહર્તા તા. ૧૪/૩/૨૦૧૯ થી શરુ થઇ તા. ૧૪/૪/૨૦૧૯ રવિવાર સુધી રહેશે. લગ્નગાળો ફરીથી એપ્રિલ માસથી શરુ થઇ તા. ૧૨/૭/૨૦૧૯ ચાતુર્માસના પ્રારંભે લગ્નની સીઝનને બ્રેક લાગશે.
મીનારક અને હોરાષ્ટક પહેલા લગ્નના ર૮ જેટલા મુહર્તો છે. ત્યારબાદ ચૈત્ર મહિનાથી અષાઢ મહિના સુધીમાં લગ્નના ૪૯ જેટલા સારા એવા મુહર્તો છે. આમ ઉનાળામાં લગ્નના ર૮+ ૪૯ – ૭૭ જેટલા મુહર્તો છે. ૨૦૧૯માં હવે પછીની લગ્નની સીઝનમાં કુલ ૭૭ જેટલા મુહર્તો તેમજ તા. ૭/૫/૨૦૧૯ ને મંગળવાર અખાત્રીજ વણજોયું મુહર્ત છે. તેમ શાસ્ત્રી રાજદિપ દ્વારા જણાવાયું છે.
વિ.સં. ૨૦૭૫ના કમુહર્તા પછીના લગ્નના મુહર્તો
પોષવદ અગિયારસને ગુરૂવાર તા. ૧૭/૧/૨૦૧૯ થી લગ્નના મુહર્તોની શરૂઆત થશે.
જાન્યુઆરી માસમાં તા. ૧૭, ૧૮, ૧૯, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૧
ફેબ્રુઆરી માસમાં તા. ૧, ૮, ૯, ૧૦, ૧૫, ૧૯, ૨૧, ૨૨, ૨૪, ૨૫, ૨૬
માર્ચ માસમાં તા. ૩, ૮, ૯, ૧૦, ૧૩
વસંત પંચમી મહાસુદ પાંચમને રવિવાર તા. ૧૦/૨/૨૦૧૯નું વણજોયું મુહર્ત
એપ્રિલ મહિનામાં તા. ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૨, ૨૩, ૨૪, ૨૬, ૨૭, ૨૮
મે મહિનામાં તા. ૬, ૭, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૯, ૨૧, ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧
જુન મહિનામાં તા. ૪, ૮, ૯, ૧૦, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૫, ૨૬, ૨૮
જુલાઇ મહિનામાં ૬, ૭, ૯, ૧૦, ૧૧ અને ૧૨/૭/૨૦૧૯ થી ચાતુર્માસનો પ્રારંભ